- દુબઈથી આવેલા મુસાફરો કોરોનાગ્રસ્ત
- અમદાવાદ આવેલ 30 લોકો કોરોના પોઝિટિવ
- 550થી વધુ મુસાફરો ગયા હતા દુબઇ
ઓમિક્રોનની દહેશત વચ્ચે દુબઈથી અમદાવાદ આવેલા મુસાફરો કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદ આવેલ 30 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. 550થી વધુ મુસાફરો દુબઇ ગયા હતા. જેમાંથી 30 લોકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો : ભાવનગરમાં વાઘાવાડી રોડ બે કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત
આપને જણાવી દઈએ કે, અમદાવાદ એરપોર્ટ ઉપર મોડી રાતે આવેલી ફ્લાઈટમાં એક મુસાફર કોરોના સંક્રમિત નીકળતાં તંત્ર દોડતું થઈ ગયું છે. લંડનથી આવેલી ફ્લાઈટમાં એક મુસાફર કોરોના સંક્રમિત નીકળ્યો છે. RTPCR દ્વારા મુસાફરના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. આજુ બાજુ મુસાફરી કરનારા મુસાફરોના ટ્રેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
SVP હોસ્પિટલમાં મુસાફરના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. આજ બપોર અથવા સાંજ સુધીમાં પરીક્ષણ અર્થે ગયેલા સેમ્પલનું પરિણામ આવવાની શક્યતા છે.
આ પણ વાંચો :જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વર્ષ માં 96 ખાદ્ય પદાર્થ ની વસ્તુઓના નમૂના લીધા.
શુક્રવાર સાંજના 5 વાગ્યાં સુધીના વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા 45 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં આજે સારવાર દરમિયાન વધુ 45 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 8,17,203 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં હવે 318 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 8 દર્દીની સારવાર વેન્ટિલેટરના સહારે ચાલી રહી છે. 310 દર્દીની સ્થિતિ સુધાર પર હોવાનો સરકારે દાવો કર્યો છે.
24 કલાકમાં નવા નોંધાયેલા કેસમાં કોર્પોરેશનોમાં અમદાવાદમાં નવા 15 કેસ, સુરતમાં 6, વડોદરામાં 5, રાજકોટમાં 2, ભાવનગર, ગાંધીનગર અને જામનગર કોર્પોરેશનમાં નવો એક-એક કેસ નોંધાયો છે. જિલ્લાઓમાં આણંદ અને વડોદરામાં નવા ૩-૩ કેસ, નવસારી અને વલસાડમાં 2-2 કેસ, ખેડા, મહેસાણા, પોરબંદર અને સુરતમાં નવો એક-એક કેસ નોંધાયો છે. ગુજરાતનો રિકવરી રેટ આજે પણ 98.74 ટકાએ સ્થિર રહ્યો હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 99 હજાર 976 છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 70 હજાર 115 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 3 કરોડ 40 લાખ 45 હજાર 666 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો :કોરોનાથી મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિવાને સહાય લેવા માટે હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા..
આ પણ વાંચો : 72થી વધારે ટ્રાન્સજેન્ડર અહીં કરે છે અભ્યાસ..
આ પણ વાંચો :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45 કેસ,ઓમિક્રોન વેરિઅન્ટથી લોકોમાં દહેશત…