સમગ્ર ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ પર વહેલી સવારથી જ લોકો ઘરોના ધાબા પર ચડ્યા છે સમગ્ર વાતાવરણ “કાઈ પો છે” અને લપેટના અવાજથી ગુજી ઉઠ્યું છે. જયારે બીજી બાજુ મહેસાણા જીલ્લાના ગોઝારીયા ગામ પાસેથી પતંગની દોરીના કારણે મોત થયા હોવાની દર્દનાક ઘટના સામે આવી છે. જીલ્લાના ગોઝારીયા ચાર રસ્તા પાસે ૩૩ વર્ષનો કલ્પેશ પટેલ નામનો યુવક બાઈક લઈને પસાર થઇ રહ્યો હતો ત્યારે પતંગના ધારદાર દોરાથી યુવકનું ગળું કપાઈ ગયું હતું અને લોહીલુહાણ થઇ ગયો હતો. ત્યારબાદ ગણતરીની પળોમાં જ ૩૩ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ધટનાના કારણે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Not Set/ મહેસાણાના ગોઝારીયા ગામ પાસે પતંગની દોરીના કારણે ૩૩ વર્ષીય યુવકનું મોત
સમગ્ર ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ પર વહેલી સવારથી જ લોકો ઘરોના ધાબા પર ચડ્યા છે સમગ્ર વાતાવરણ “કાઈ પો છે” અને લપેટના અવાજથી ગુજી ઉઠ્યું છે. જયારે બીજી બાજુ મહેસાણા જીલ્લાના ગોઝારીયા ગામ પાસેથી પતંગની દોરીના કારણે મોત થયા હોવાની દર્દનાક ઘટના સામે આવી છે. જીલ્લાના ગોઝારીયા ચાર […]