દેશમાં કોરોનાની સ્થિતિ હાલ સામાન્ય છે ,કોરનાના કેસોમાં વધઘટ થયા કરે છે,પ્રવર્તમાનમાં કોરોનાની બીજી લેહરમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં કોરોનાની રફતાર મંદ પડતા જનજીવન ફરી એકવાર ધબકતું થયું છે,પરતું કોવિડના નિયમોનું પાલન લોકોએ અનિવાર્યપણે કરવું પડે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ની સંખ્યા 39 હજાર થઇ છે.
કોરોના મહામારીના લીધે દેશ લોકડાઉનમાં જકડાયું હતું પણ હવે ધીમે ધીમે સ્થિતિ કંટ્રોલમાં આવતા હવે અનેક રાજ્યોમાં અનલોકની સ્થિતિ નિર્માણ પામી રહી છે .છેલ્લા 24 કલાકમાં ભારતમાં 39 હજાર નવા કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રિકવરીના કેસો પણ કોરોના કેસોના સમાંતર રહ્યા છે. 39 હજાર કોરોના કેસો છે તેટલા જ રિકવરીના કેસો પણ છે.
ભારતમાં સૈાથી વિસ્ફોટક હાલત કેરળ રાજ્યની છે ,સમગ્ર દેશના કોરના કેસ ના 50 ટકા કેસો માત્ર કેરળમાં નોંધાઇ રહ્યા છે ,કેરળમાં કોરોના હાલ કંટ્રોલમાં નથી, રાજ્ય તથા કેન્દ્ર સરકાર કોરનાની સ્થિતિ સામાન્ય કરવા માટે કમર કસી રહી છે અને ટેસ્ટિંગ અને વેક્સિનેશન પર હાલ ભાર મુકવામાં આવી રહ્યું છે. કેરળમાં કોરોના કેસો વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં કુલ કોરોના કેસોની સંખ્યા 20 હજાર નોંધાયા છે.
ભારતમાં કોરોનાના બીજી લહેરની ગતિ મંદ પડી છે પરતું નિષ્ણાતોના મતે હજી ત્રીજી લહેર પણ આવવાની પ્રબળ સંભાવના છે, દેશણાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 3.18 કરોડને પાર થયો છે.