Not Set/ દિલ્હીમાં કોરોનાના લીધે છેલ્લા 24 કલાકમાં 395નાં મોત

દિલ્હીમાં 395 નાં મોત

India
c1 દિલ્હીમાં કોરોનાના લીધે છેલ્લા 24 કલાકમાં 395નાં મોત

દેશની રાજાધાની દિલ્હીમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે .કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે.કોરોનાગ્રસ્ત દર્દીઓ મરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 24,235 નવા કેસો નોધાયા છે અને 395 લોકોના કોરોનાથી મોત નિપજયા છે.

આજે દિલ્હીમાં ગઇકાલના કેસો કરતા આંશિક ઘટાડો જોવા મળ્યો હતો.ગઇકાલે 25986 નવા કેસો નોંધાયા હતા.આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર 2425 કેસો નોંધાયા છે અને 395 લોકોના મોત છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. જયારે 25615 લોકોએ કોરોનાને માત આપીને સાજા થઇને પોતાના ઘરે પહોચ્યા હતા. હવે રાજાધાની દિલ્હીમાં એકટિવ કેસ 97977 છે. કુલ કોરોના સંક્રમણના કેસો 1122286 છે,જયારે 1008537 દર્દીઓ સાજા થયા છે,પોઝેટિવિટી દર 6.57 છે.જયારે મૃત્યુદર 1.40 દર છે. કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. દિલ્હીમાં ઓક્સિજનની અઠતના લીધે લોકો મરી રહ્યા છે તંત્ર કોરોનાને રોકવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યું છે.