નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર લદ્દાખના કારગીલ નજીક સવારે 8 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 151 કિમી ઉત્તર-પશ્ચિમમાં હતુ. જો કે રાહતની વાત એ છે કે,અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ મળી રહ્યા નથી. ભૂકંપની દેખરેખ માટેની સરકારની નોડલ એજન્સીએ જણાવ્યુ હતુ કે, ભૂકંપની ઘટના સવારે 8.35 વાગ્યે 10 કિમીની ઊંડાઈએ જોવા મળી હતી.
આ પણ વાંચો:દિગ્વિજય સિંહ માટે લાલુ યાદવની ચિંતા, કહ્યું, ખબર નથી તેમને ક્યારે મળશે ન્યાય
ભુકંપને કારણે હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યા પર આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ભૂકંપને સિસ્મોગ્રાફ વડે માપવામાં આવે છે.ધરતીકંપની ક્ષણની તીવ્રતા પરંપરાગત રીતે માપવામાં આવે છે. જ્યારે ભૂકંપ 3 રિક્ટરની તીવ્રતા સાથે આવે છે, ત્યારે તેને સામાન્ય માનવામાં આવે છે. જ્યારે 7 રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ ગંભીર નુકસાન કરે છે. ભૂકંપ માત્ર જાન-માલનું નુકસાન જ નથી કરતું, પરંતુ ઈમારતો અને રસ્તાઓ વગેરેને પણ ઘણું નુકસાન પહોંચાડે છે.ભૂકંપથી રક્ષણ માટે એવું ઘર બનાવવું જરૂરી છે કે જેને ભૂકંપથી નુકસાન ન થાય.
આ સિવાય ડિઝાસ્ટર કિટ સાથે રાખો, જેમાં રેડિયો, મોબાઈલ, જરૂરી કાગળો, ટોર્ચ, માચીસ, ચપ્પલ, મીણબત્તી, થોડા પૈસા અને જરૂરી દવાઓનો સમાવેશ થાયછે. ભૂકંપ આવે તો તરત જ વીજળી અને ગેસ બંધ કરો. આટલું જ નહીં લિફ્ટનો ઉપયોગ પણ બિલકુલ ન કરો. જ્યારે પણ આંચકા અનુભવાય તરત જ ખુલ્લા વિસ્તારમાં દોડી જાઓ અને ઝાડ અને પાવર લાઇનથી દૂર રહો.
આ પણ વાંચો:ખાલિસ્તાની સંગઠન ‘Sikhs for Justice’ની એપ્સ અને વેબસાઈટ્સ બ્લોક કરી
આ પણ વાંચો:ઉનામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 7ના મોત, 12 ઘાયલ