Earthquake/ અફઘાનિસ્તાન બાદ નેપાળમાં પણ ધરતી ધ્રૂજી,4.3ની તીવ્રતાનો ભૂકંપ

આ ભૂકંપ નેપાળની રાજધાની કાઠમંડુથી 161 કિલોમીટર દૂર આવ્યો છે અને તેની તીવ્રતા 4.3 આંકવામાં આવી છે.

Top Stories World
1 215 અફઘાનિસ્તાન બાદ નેપાળમાં પણ ધરતી ધ્રૂજી,4.3ની તીવ્રતાનો ભૂકંપ

અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપના 24 કલાકની અંદર નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ નેપાળની રાજધાની કાઠમંડુથી 161 કિલોમીટર દૂર આવ્યો છે અને તેની તીવ્રતા 4.3 આંકવામાં આવી છે. નેપાળમાં ભૂકંપને કારણે થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. જો કે, આ પહેલા બુધવારે સવારે અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 1000 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 આંકવામાં આવી છે. ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ દેશમાં ભૂકંપની ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે ભારત સરકારની નોડલ એજન્સી છે.<

 

ઉલ્લેખનીય છે કે  અફઘાનિસ્તાનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે બુધવારે વહેલી સવારે દેશના પૂર્વી અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 1,000 લોકો માર્યા ગયા હતા અને 1,500 થી વધુ ઘાયલ થયા હતા. આ દેશમાં દાયકાઓમાં સૌથી વિનાશક ભૂકંપ હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે થયેલા જાનહાનિ અને વિનાશ અંગે દુઃખ વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે ભારત વહેલી તકે તમામ સંભવિત આપત્તિ રાહત સામગ્રી પ્રદાન કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ભારત દુખની આ ઘડીમાં અફઘાનિસ્તાનના લોકોની સાથે છે. તેમણે ટ્વીટ કર્યું, “આજે અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપના સમાચારથી ખૂબ જ દુઃખી છું. જાનહાનિ પર મારી ઊંડી સંવેદના.”