વુહાનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે ભારતમાં ભારે કહેર મચાવ્યો હતો અને આ વાયરસના કરને લાખો લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે હવે બીજી બાજુ આજથી દેશભરમાં કોરોનાની વેક્સીન લોકોને આપવાની શરૂઆત કરાઈ છે અને સૌથી પહેલા હેલ્થકર્મીઓને વેક્સીન અપાઈ રહી છે.
આ સમયમાં હવે વડાપ્રધાનના હોમ સ્ટેટ ગુજરાતમાં પણ વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉ. નવીન ઠાકરને કોરોનાની વૅકસીન લગાવવામાં આવી છે. આ સાથે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ડો.કેતન દેસાઈ, IIPH ગાંધીનગરના ડો. દિલીપ મવલાંકર, અમદાવાદ મેડિકલ એસસોશિયેશનના પ્રમુખ ડો. મોના દેસાઈએ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ રસી લીધી છે.
વેકસીનના આરંભે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ ખાસ હાજર રહ્યા હતા અને તેઓને વેક્સીન લેનારા લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમયે રસી લેનારા ડોકટર કેતન દેસાઈએ જણાવ્યું હતું કે, “વેક્સીનને લઈ સંકોચ રાખવાની જરૂર નથી. ડર રાખવાની જરૂર નથી.
આ પહેલા અભિયાનની શરૂઆત કરાવ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, આ જીવલેણ બિમારીને દેશના લોકોને ઘણું બધું સહેવું પડ્યું છે, જ્યાં કોઈ વ્યક્તિને પોતાના ઘરના વ્યક્તિઓથી દૂર રાખ્યા, તો માતા બાળકો માટે રડતી રહેતી હતી, પરંતુ તે પોતાના બાળકોની પાસે જઇ શક્તી નહોતી. આ ઉપરાંત કેટલાક આપણા સાથીઓ આ બિમારીની ઝપેટમાં આવીને આપણાથી દૂર ચાલ્યાં ગયા, જે લોકોનો આપણે અંતિમ સંસ્કાર પણ ન કરી શક્યાં.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…