રાજય માં અકસ્માતના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. વધુ માં એક આવો બનાવ સામે આવ્યો છે જેમાં છોટાઉદેપુર પાસે બસ અને ક્રેટા કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં 4 વ્યક્તિના મોત હોવાનું જાણવા મળ્યું છે . મળતી માહિતી મુજબ રાજકોટ-છોટાઉદેપુર બસ અને ક્રેટા કાર મધ્યપ્રદેશ પાસિંગની છે.અકસ્માતમાં કાર સવાર 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે .
આ અકસ્માત બોડેલી-વડોદરા હાઇવે પર છુછપુરા પાસે થયો હતો બસ ની ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં ફસાયેલા લોકોએ અંદર જ દમ તોડી દીધો હતો. તેમને બહાર કાઢતા સવાર પડી ગઈ હતી. જેસીબીની મદદથી આ મૃતદેહ બહાર કઢાયા હતા.
ગમખ્વાર અકસ્માતનો ભોગ બનેલા લોકો એટલે કે કારમાં સવાર લોકો મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.