Valsad News : વલસાડના વાપીની KBS કોલેજના 8 વિદ્યાર્થીઓ ફેરવેલ પાર્ટીના એક દિવસ પહેલાં કપરાડા ફરવા ગયા હતા, જ્યાં પાંડવકુંડમાં ન્હાવા પડતાં 4 વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા. આ કરુણ ઘટનાએ ચારેય પરિવારોના સપનાં રોળી નાખ્યા છે.
મળતી માહિતી અનુસાર, મંગળવારે બનેલી આ ઘટનામાં કોલેજના ત્રીજા વર્ષ બીકોમના વિદ્યાર્થીઓ, જેઓ બુધવારે ફેરવેલ પાર્ટીમાં સામેલ થવાના હતા, તેઓ 2 રિક્ષામાં બેસીને ફરવા ગયા હતા. તે દરમિયાન તેઓ રોહિયાળ તલાટ ગામે આવેલ પાંડવકુંડમાં જવા માટે 500 મીટર દૂર બંને રિક્ષા પાર્ક કરી કુંડ સુધી ચાલતા ગયા હતા. જ્યાં રિક્ષા ચાલક અને 4 વિદ્યાર્થીઓ કુંડમાં ન્હાવા માટે પડ્યા હતા. જોકે, કોલક નદી 20 ફૂટથી વધુ ઊંડી હોવાથી ચારેય મિત્ર પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ સમયે રીક્ષા ચાલકે તેમને બચાવવા માટે પણ પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોએ રિક્ષાચાલકને બચાવી લીધો હતો, પરંતુ 4 વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતક વિદ્યાર્થીઓના નામ
- ધનંજય લીલીધર ભોંગળે, ઉમર 20 વર્ષ
- આલોક પ્રદીપ શાહે, ઉમર 19 વર્ષ
- અનિકેત સંજીવસિંગ. ઉ.વ. 22
- લક્ષ્મણપુરી અશોકપુરી ગોસ્વામો 22
મૃતક આલોકના પરિવારે જણાવ્યું કે, તે CA બનવા માંગતો હતો અને પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો. આજે મારી કોલેજનો છેલ્લો દિવસ છે તો હું મંદિરે દર્શન કરીને પરત આવીશ. ત્યારબાદ સાંજે 7:30એ તેની મમ્મીએ મને કહ્યું કે, દિકરો હજુ આવ્યો નથી તમે પૂજા કરી લો. મેં પૂજા પુરી કરીને પછી 7:45એ તેનો એક મિત્ર ઘરે આવ્યો અને તેને આ ઘટનાની મને જાણ કરી. થોડીવાર પછી એટલે 8:00 વાગે પોલીસ સ્ટેશનથી પણ મને ફોન આવ્યો કે, તમારો દિકરો ICUમાં છે.
મૃતક ધનંજય પણ CAની ટ્રેનિંગ કરતો હતો અને 2 દિવસ પછી તેની એપોઈન્ટમેન્ટ હતી. મારો દિકરો CA બનવા માગતો હતો અને આ સપનું તેનું પુરૂ થવાની તૈયારીમાં જ હતું. તેને ટ્રેનિંગ માટે ફોન પણ આવી ગયો હતો બે દિવસ બાદ તેનું એપોઈમેન્ટ હતું. કાલથી તેની પરીક્ષા પણ ચાલુ થવાની હતી. મૃતક લક્ષ્મણપુરીના પિતા અશોકભાઈએ જણાવ્યું કે, તેઓ બધા ન્હાવા ગયા હતા. એક બાદ એક તમામ ડૂબવા લાગ્યા હતા. નદી પાસે સાવચેતીના બોર્ડ લગાવવા જોઈતા હતા જે પ્રશાસનની ભુલ છે. આવી ઘણી ખાડીઓ છે જ્યા કોઈ સાવચેતી ના બોર્ડ લગાવેલા જ નથી. પરિવારજનોએ સરકાર પાસે માંગણી કરી છે કે, નદી પાસે પ્રોપર બેરિકેડિંગ લગાવવામાં આવે.
આ પણ વાંચો: 3 એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે; એક 32000KMની ઝડપે આવી રહ્યું છે, વિનાશની ચેતવણી
આ પણ વાંચો: જ્યારે એસ્ટરોઇડ અવકાશયાન સાથે અથડાયું ત્યારે નાસાએ ઇતિહાસ રચ્યો હતો
આ પણ વાંચો: એસ્ટરોઇડ ક્યારે પૃથ્વીની નજીક પહોંચશે?, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો