- સુરત: ગેસ ગળતરથી 4 કામદારોના મોત
- માંગરોળના મોટા બોરસરા ગામની દુર્ઘટના
- નિલમ ઇન્ડસ્ટ્રીઝ ગેસ ગળતરથી 4ના મોત
- કેમિકલવાડા ડ્રમ ખોલતા જ થયું ગેસ ગળતર
- 4 કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત
સુરતના માંગરોળના મોટા બોરસરા ગામથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતર થવાથી ચાર લોકોના ગૂંગળામણથી મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કેમિકલવાળા ડ્રમ ખોલતા ગેસ ગળતર થયુ હતુ. જેમા ચાર કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યાં છે. આ મામલે પોલીને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તમામના મૃતદેહનો કીમની સાધના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મૃતકો પૈકી બે કામદારો અંકલેશ્વરના,એક કાપોદ્રાના અને એક રાજસ્થાનનો હોવાનો ખુલાસો થયો છે. હાલમાં પોલીસની ટીમ સ્થળે પહોંચી છે. ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો છે.
મૃતકના નામ
- ઇમ્તિયાઝ અબ્દુલ શેખ ઉમર 45
- અમીન પટેલ ઉમર 22
- અરુણ ઉમર 22
- રઘાજી ઉમર 54
આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત
આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી
આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી
આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો