ગાંધીનગર ટાઉનહોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને બંને શિક્ષણ મંત્રીઓની ઉપસ્થિતિમાં વર્ષે 41 શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યાં છે. જેમને રાજ્યપાલના હસ્તે રાજ્ય પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, શિક્ષક બ્રાહ્મણનું કામ કરે છે એટલે ત્યાં પૈસા મહત્વના નથી હોતા. સરકારી શાળાઓમાં પણ એડમિશન માટે પડાપડી થાય એવી વ્યવસ્થા કરાવવી છે. એમાં શિક્ષકોનો સહકાર ઘણો જરૂરી છે. મને મારા શિક્ષકો પર ભરોસો છે. છેવાડાના બાળકો સરકારી શાળામાં આવે છે. આપણે ખાનગી શાળાની જેમ મા-બાપના ઈન્ટરવ્યૂ લેતાં નથી.
આ કાર્યક્રમમાં
-પ્રાથમિક શાળાના 19 શિક્ષક
-મદદનીશ શિક્ષણ નિરીક્ષક વિભાગના 3
-કેળવણી નિરીક્ષક 1
– ખાસ શિક્ષણ વિભાગના 3
-માધ્યમિકના 7
-ઉચ્ચત્તર માધ્યમિકના 4
તેમજ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિકના 4 આચાર્ય શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.