MP/ સીધી અકસ્માતમાં 42 લોકોએ ગુમાવ્યો જીવ, PM મોદીએ વળતરની કરી ઘોષણા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશનાં સીધીમાં બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારોને વડા પ્રધાનનાં રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ.2 લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50,000 રૂપિયાની મંજૂરી આપી દીધી છે.

India
PICTURE 4 224 સીધી અકસ્માતમાં 42 લોકોએ ગુમાવ્યો જીવ, PM મોદીએ વળતરની કરી ઘોષણા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશનાં સીધીમાં બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારોને વડા પ્રધાનનાં રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ.2 લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50,000 રૂપિયાની મંજૂરી આપી દીધી છે.

માહિતી આપતા સીધી કલેક્ટર રવિન્દ્રકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે, બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 42 થઈ ગઈ છે. આપને જણાવી દઇએ કે, સીધીમાં સતના તરફ જઇ રહેલી એક બસ મંગળવારે સવારે અનિયંત્રિત થઈ ગઈ હતી અને કેનાલમાં પલટી ખાઇ ગઈ હતી. બસમાં 58 લોકો સવાર હતા. બચાવ કામગીરી ચાલુ છે. સીએમ શિવરાજસિંહ ચૌહાણ પરિવહન પ્રધાન ગોવિંદ રાજપૂત સાથે સીએમ હાઉસમાં આ ઘટના અંગે ચર્ચા કરી રહ્યા છે. માનવામાં આવે છે કે બેદરકાર અધિકારીઓ પર તવાઇ આવી શકે છે. સીધી અકસ્માત બાદ સીએમ શિવરાજે તેમના તમામ કાર્યક્રમો આવતીકાલનાં પણ મુલતવી રાખ્યા છે. મુખ્યમંત્રીનાં દમોહ ખાતે આવતીકાલે યોજાનારી તમામ કાર્યક્રમો આગળની સૂચના સુધી મુલતવી રાખવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, મંગળવારે સવારે લગભગ 7.30 વાગ્યે, મધ્યપ્રદેશનાં સીધી જિલ્લાનાં રામપુરનાં નૌકિન વિસ્તારમાં બાણસાગર કેનાલમાં 58 મુસાફરોવાળી એક બસ ખાબકી ગઇ હતી. બપોર સુધીમાં, 42 મૃતદેહોને બહાર કાઠવામાં આવ્યા છે. છ લોકોને જીવિત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ડ્રાઇવર પોતે જ તરીને બહાર નીકળ્યો હતો. એસડીઆરએફ ટીમો શોધમાં છે. હજુ પણ ઘણા લોકો ગુમ છે. બસ પણ ક્રેનની મદદથી બહાર કાઠવામાં આવી છે. બેદરકારીનાં આરોપસર પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી છે.

Blast / જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, અનંતનાગમાં IED વિસ્ફોટ

MP / કેનાલમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ, 38 લોકોનાં મૃતદેહો બહાર નિકાળવામાં આવ્યા

Political / પુલવામા હુમલાને લઇને રાહુલનો PM મોદીને સવાલ, શું મળશે તેમને જવાબ?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ