Rajkot News: રાજ્યમાં હ્રદયરોગ(Heart Attack)ના હુમલામાં વધારો થઈ રહ્યો છે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. રાજકોટ (Rajkot)માં 5 લોકોના મોત (Death) હાર્ટ એટેકથી થતાં ચકચાર મચી ગઈ છે. અલગ અલગ સ્થળે રહેતા 5 લોકોના મોતથી પરિવાર શોકની લાગણીમાં ગરકાવ થઈ ગયો છે.
હાર્ટ એટેકથી મોત આજકાલ સામાન્ય થઈ ગયું છે. કોરોના કાળ બાદ બાળકો (Childrens) થી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈ હાર્ટ એટેકના શિકાર બનવા લાગ્યા છે. ત્યારે રાજકોટમાં જ 5 વ્યક્તિઓના મોત થયા છે તેવી માહિતી મળી છે. આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સૂર્યદીપસિંહ જાડેજાનું મોત નિપજ્યું છે. તો મયણીનગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણ અચાનક ઢળી પડતા બેહોશ થઈ ગયા હતા. બાદમાં હોસ્પિટલ લઈ જતા તેમનું મોત હાર્ટ એટેકથી થયું હતું. તો બાબરીયા લોકોનીમાં રહેતા 51 વર્ષના હંસાબા જાડેજાને હ્રદયરોગનો હુનલો આવ્યો હતો. બદામાં હોસ્પિટલમાં લઈ જતાં તબીબો (Doctors)એ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમજ રાજકોટ જેલમાં અંજારના 55 વર્ષીય કેદી હરી લોચાણીને છાતીમાં દુખાવો ઉપડતા મોત નિપજ્યું હતું.
તો બીજી બાજુ રાજકોટ શહેરમાં લગ્નના બે દિવસ પહેલા જ યુવાનનું મોત થયું છે. પોપટપરા ખાતે રહેતા અને કારખાનામાં કામ કરતો યુવક પોતાના ઘરે ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવારે તાત્કાલિક યુવકને હોસ્પિટલ (Hospital) લઈ ગયા હતા. જોકે, તબીબો યુવકને બચાવી ના શક્યા. શનિવારે આ યુવકના લગ્ન યોજાવાના હતા.
આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન
આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ભાજપે કર્યો લોકસભા ચૂંટણી પ્રચારનો શંખનાદ, આ હશે પાર્ટીનું ખાસ ‘સ્લોગન’
આ પણ વાંચો:Harni Boat Accident/હરણી નદી બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય સૂત્રધારની કરાઈ ધરપકડ