Not Set/ ઉનાળામાં વોટર પાર્ક જતા પહેલાં જાણો આ 5 ટિપ્સ, નહીં  તો થશો બીમાર

  ધખધખતી ગરમીમાં ઠંડા પાણીથી આપણને બધાને રાહત મળે છે, આથી ઉનાળો શરૂ થતા જ લોકો વોટર પાર્ક્સ જવાનું પસંદ કરીએ છીએ. રંગબેરંગી ઝુલાઓ અને પૂલ્સથી ભરેલા વોટર પાર્ક્સમાં બાળકો સાથે આપણને બધાને પણ ખૂબ આનંદ આવે છે. પરંતુ આ વોટર પાર્ક્સ મસ્તીમાં તમે કેટલીક વસ્તુઓને ધ્યાન આપવું જરુરી હોય છે, નહીં તો આ મસ્તી […]

Health & Fitness
wild wadi water theme park dubai in dubai 480517 ઉનાળામાં વોટર પાર્ક જતા પહેલાં જાણો આ 5 ટિપ્સ, નહીં  તો થશો બીમાર

 

ધખધખતી ગરમીમાં ઠંડા પાણીથી આપણને બધાને રાહત મળે છે, આથી ઉનાળો શરૂ થતા જ લોકો વોટર પાર્ક્સ જવાનું પસંદ કરીએ છીએ. રંગબેરંગી ઝુલાઓ અને પૂલ્સથી ભરેલા વોટર પાર્ક્સમાં બાળકો સાથે આપણને બધાને પણ ખૂબ આનંદ આવે છે. પરંતુ આ વોટર પાર્ક્સ મસ્તીમાં તમે કેટલીક વસ્તુઓને ધ્યાન આપવું જરુરી હોય છે, નહીં તો આ મસ્તી તમને ભારે પણ પડી શકે છે. તમે જ્યારે પણ વોટર પાર્ક જાઓ છો, ત્યારે આ બધામાં અમુક બાબતો ધ્યાન નહિ રાખો તો તમે બીમારીઓ લઈને પાછા ઘરે ફરશો.

  • સનસ્ક્રીન જરૂર લગાડશો

Sunscreen tips ઉનાળામાં વોટર પાર્ક જતા પહેલાં જાણો આ 5 ટિપ્સ, નહીં  તો થશો બીમાર

અહીં આપણે મોટાભાગના આઉટડોર વોટર પાર્ક્સ છે. કારણ કે અહીં તમારે કલાકો સુધી ખુલ્લા આકાશમાં પસાર કરવાનો હોય છે આથી સનસ્ક્રીન લગાવવી તમારા માટે ખૂબ જરૂરી છે. ઘરમાંથી નીકળતા સમયે ત્વચા પર ઓછામાં ઓછા 30 એસપીએફની સનસ્ક્રીન આ ઉપરાંત પાણી પાર્કમાં પણ તમારે દર બે કલાકે સનસ્ક્રીન લગાવવી જરૂર છે. વોટર પાર્ક માટે ક્રીમ આધારિત સસ્ક્રાઇબિન સારું છે કારણ કે વારંવાર પાણીમાં જવાથી વાર્ટ બેસ્ડ સનસ્ક્રીન ધોવાય જાય છે.

  • સ્નેક્સ અને પાણીની જરૂર છે

water park 4 ઉનાળામાં વોટર પાર્ક જતા પહેલાં જાણો આ 5 ટિપ્સ, નહીં  તો થશો બીમાર

સામાન્ય રીતે તમે દિવસમાં બે-ત્રણ વખત સ્નેક્સ લેતા હોવ છો. વોટર પાર્ક્સમાં આપવામાં આવતા સ્નેક અનહેલ્ધી અને હાઈ કેલરી યુક્ત હોય છે. તેના સિવાય મોટાભાગે વોટર પાર્ક્સમાં તેમની કિંમત પણ સામાન્ય કિંમતથી ખૂબ વધારે હોય છે. તેથી તમે ઘરેથી જ સ્નેક્સ લઈને જાઓ તો વધારે સારું. પાણીમાં રહેવાથી ઘણા વખત તમારા શરીરને પાણીની જરૂર પડે છે તેથી દર કલાકે પાણી જરૂર પીતા રહો.

  • હેવી બ્રેકફાસ્ટ ન કરો

as ઉનાળામાં વોટર પાર્ક જતા પહેલાં જાણો આ 5 ટિપ્સ, નહીં  તો થશો બીમાર

ઘણીવાર જ્યારે તમે મસ્તી અને મનોરંજન માટે દિવસભાર માટે બહાર જાઓ છો, ત્યારે તમે વહેલી સવારે સામાન્ય કરતાં વધુ ખોરાક લઇ લેતા હોવ છો. પરંતુ જયારે તમે ખૂબ વધારે ખાઈ લો છો ત્યારે પાણીમાં લાંબી રહેવાથી ઘણી વાર તમને ઉલટી અથવા પેટમાં દુખાવો જેવી સમસ્યા થવાની શક્યતા વધી જાય છે. તેથી ખૂબ હેવી બ્રેકફાસ્ટ કરવાથી સારું છે કે તમારી સાથે સ્નેક્સ રાખો અને બે-ત્રણ કલાકમાં થોડું હલ્કો-ફુલ્કો નાસ્તો કરો.

  • તમારી ટુવાલનો જ ઉપયોગ કરો

s l300 ઉનાળામાં વોટર પાર્ક જતા પહેલાં જાણો આ 5 ટિપ્સ, નહીં  તો થશો બીમાર

સામાન્ય રીતે લોકો વોટર પાર્ક જતી વખતે વધુ પડતો ભાર લેતા નથી અને વિચારે છે કે કોઈ મિત્ર કે કુટુંબના સભ્યોના ટુવાલનો ઉપયોગ કરી લઈશું. અમે આપને જણાવીએ છીએ કે ક્યારેય કોઈ બીજા વ્યક્તિના ટુવાલનો ઉપયોગ ન કરવો જોઈએ. આથી સ્કિનથી જોડાયેલી અનેક પ્રકારની બિમારીઓથી તમે બચી કરી શકો છો. ફંગલ ઇન્ફેક્શન સૌથી વધુ પાણીથી ફેલાતા હોય છે. હંમેશાં ટુવાલને તડકામાં સુકવીને જ ફરીથી ઉપયોગ કરો.

  • બાળકોનું ખાસ ધ્યાન રાખો

D9fSiuajG2p2RoHa9clow1Av5CiAjO74oKte Of7bkg ઉનાળામાં વોટર પાર્ક જતા પહેલાં જાણો આ 5 ટિપ્સ, નહીં  તો થશો બીમાર

ઘણી વખત નાના બાળકોને રમતા-કૂદતા તમારાથી દૂર ચાલ્યા જતા હોય છે અને આપ કુટુંબીજાનો સાથે અને મિત્રો સાથે વ્યસ્ત હોવ છો. આથી આપને તે બાબતની ખબર સુદ્ધાં રહેતી નથી. આથી બાળકોને ખાસ ધ્યાન રાખો અને તેમની સાથે રાખો.