RMC/ રાજકોટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ 6 વ્યવસાયિક એકમો 4 દિવસ માટે સીલ

કોરોનાના સમયગાળામા સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે સરકાર દ્વારા એક બાદ એક પગલાં ભરી અને નિર્ધારિત સમયગાળા દરમિયાન લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે, આમ છતાં

Gujarat Rajkot
rmc seal 27 5 રાજકોટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ 6 વ્યવસાયિક એકમો 4 દિવસ માટે સીલ

કોરોનાના સમયગાળામા સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે સરકાર દ્વારા એક બાદ એક પગલાં ભરી અને નિર્ધારિત સમયગાળા દરમિયાન  લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે, આમ છતાં હજુ પણ કેટલાક વ્યવસાયિક એકમોના કોરોનાની માર્ગદર્શિકાનુ ઉલ્લંઘન કરી વ્યાપાર ધંધો કરતા જોવા મળી રહ્યા છે. જોકે આવા એકમો સામે રાજકોટ મહાનગર પાલિકાએ લાલ આંખ કરતા કાયદેસરના પગલાં ભરવાનું ચાલુ રાખ્યું છે. જેથી કરીને સંક્રમણને આગળ વધતા રોકી શકાય.જે અન્વયે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ આજે છ (૬) વ્યવસાયિક એકમો ચાર (૪) દિવસ માટે  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.

rmc seal 27 5 2 રાજકોટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ 6 વ્યવસાયિક એકમો 4 દિવસ માટે સીલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. ૨૭/૦૫/૨૦૨૧ ના રોજ ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા છ (૬) વ્યવસાયિક એકમો ચાર (૪) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે.

rmc seal 27 5 3 રાજકોટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ 6 વ્યવસાયિક એકમો 4 દિવસ માટે સીલ

આજે જે દુકાનો સીલ કરવામાં આવી છે જેમાં
(૧) Mr. SHOES, યાજ્ઞિક રોડ,
(૨) WELCOME SHOES, યાજ્ઞિક રોડ,
(૩) આઝાદ હિન્દ, ત્રિકોણ બાગ,
(૪) Real, ધર્મેન્દ્ર રોડ,
(૫) Music World, યાજ્ઞિક રોડ, અને
(૬)શીતલ સિલેક્શન, યાજ્ઞિક રોડનો સમાવેશ થાય છે જે ચાર (૪) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

sago str 27 રાજકોટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ 6 વ્યવસાયિક એકમો 4 દિવસ માટે સીલ