મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગ લઈને આંદોલનની આગ શાંત પડવાનું નામ નથી લઇ રહી. મરાઠા અનામતની માંગને લઈને મંગળવારે એક યુવકે અને એક વિધાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જયારે બીજા આઠ પ્રદર્શનકારિયોએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યા હતાં.
આંદોલનના કારણે અત્યાર સુધી 6 લોકોએ આત્મહત્યા કરી છે. આજે પણ આ આંદોલન વધુ ઉગ્ર બનશે. સંગઠન તરફથી અનામત માટે આજથી જેલભરો આંદોલન શરૂ થશે. આંદોલનના ઉગ્ર થવા અંગેના એંધાણોને જોતા પ્રશાસન હાઈ એલર્ટ પર છે.
રાજ્યમાં સુરક્ષાના પુરતા અને કડક બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. બીજી બાજુ મરાઠા આંદોલન અંગે પ્રદેશના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે કોઈ પણ એક સમુદાયની ભાવનાઓના આધાર પર નિર્ણય લઈ શકાય નહીં.
લાતૂરમાં પોલીસ અધીક્ષક શિવાજી રાઠોડના જણાવ્યા પ્રમાણે લાતૂર જિલ્લાના ઔસામાં તહેસીલદાર કરેચી બહાર આઠ લોકોએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસને સમયસર તેમના આ પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો. દેખાવકારોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, અમે લોકોએ તેમને વિશ્વાસ અપાવ્યો છે કે, તેમની માંગણી સરકાર સમક્ષ મુકવામાં આવશે.
ફડણવીસે કહ્યું કે તેમની સરકાર મરાઠા સમુદાય માટે અનામતની માગ પર કામ કરી રહી છે. જ્યારે કોઈ મોટી દુર્ઘટના ન બની જાય તે માટે રાજ્યમાં ભારે સુરક્ષાની તૈયારી કરી દેવામાં આવી છે અને ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.