સુરત,
સુરતની જાણીતી સ્મીમેર હોસ્પિટલની લીફ્ટમાં ગત મોડી રાતે એક પીડીત પ્રસુતા સહિત 6 વ્યક્તિઓ ફસાઇ જતા દોડધામ થઇ હતી.રવિવારે રાતે સ્મીમેર હોસ્પિટલની 5 નંબરની લીફ્ટમાં સગર્ભા સહિત ઇમરજન્સી સર્વિસ 108ના ત્રણ કર્મચારીઓ અને બીજા બે દર્દીઓ ફસાયા હતા.સાડા અગિયાર વાગ્યાની આસપાસ પોણો કલાક સુધી લીફ્ટ ફસાઇ હતી.જો કે સુરતની ફાયર બ્રિગેડની ટીમે તમામને લિફ્ટમાંથી સફળતા પૂર્વક હેમખેમ બહાર કાઢ્યા હતા.
લીફ્ટ બંધ થતાં લેબર પેઇનથી પીડાઇ રહેલી પ્રસુતા માટે જીવનું જોખમ ઉભુ થયું હતું,જો કે ફાયરબ્રિગેડના કર્મચારીઓને આ સગર્ભાને રેસક્યુ કરીને બહાર કાઢી હતી.
સુરતના વડોદ ગામમાં 19 વર્ષની સગર્ભા વર્ષાદેવી દિપકભાઇ શર્માને મોડી રાતે લેબર પેઇન ઉપડતા તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.વર્ષાને સ્ટ્રેચર પર લઇ લીફ્ટ દ્રારા ઉપરના માળે લઇ જવાતી હતી ત્યારે જ અચાનક લીફ્ટ બંધ થઇ ગઇ હતી.લીફ્ટમાં વર્ષા સાથે બીજો એક દર્દી અને ઇમરજન્સી સર્વિસ 108ના કર્મચારીઓ એમ કુલ 6 વ્યક્તિઓ પણ હતા.પોણા બે કલાક સુધી લીફ્ટ બંધ રહેતાં વર્ષાબહેનની હાલત ખરાબ થવા લાગી હતી અને બીજા લોકોને પણ ગભરામણ થઇ હતી.
લીફ્ટ ખોટકાઇ પડતાં ફાયરબ્રિગેડના જવાનોને બોલાવવામાં આવ્યા હતા અને લગભગ 50 મિનિટની જહેમત બાદ તમામને બહાર કઢાયા હતા.
લીફ્ટમાંથી બહાર આવ્યા બાદ વર્ષાબહેનને તાત્કાલિક પ્રસુતાના વોર્ડમાં લઇ જવાયા હતા.બીજા દર્દીને પણ તાકીદની સારવાર અપાઇ હતી.
જો કે સ્મીમેર હોસ્પિટલમાં લીફ્ટ ક્યા કારણોસર ખોટકાઇ હતી તેનું કારણ જાણવા મળ્યું નથી.