Rajkot/ 5 મહિનાથી નાકમાં બેટરી લઇને જીવી રહ્યો હતો આ બાળક, ડોકટરોએ આ રીતે બચાવ્યો જીવ

રાજકોટના વિધાનગરમાં મેડિકલને ચેલેન્જ આપતો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ડોકટરે 6 વર્ષના આર્યન હિતેશભાઇ ચૌહાણ નામના બાળકનું ઓપરેશન કર્યું હતું અને નાકમાંથી બેટરી કાઢી હતી,

Rajkot Gujarat
a 79 5 મહિનાથી નાકમાં બેટરી લઇને જીવી રહ્યો હતો આ બાળક, ડોકટરોએ આ રીતે બચાવ્યો જીવ

રાજકોટના વિધાનગરમાં મેડિકલને ચેલેન્જ આપતો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ડોકટરે 6 વર્ષના આર્યન હિતેશભાઇ ચૌહાણ નામના બાળકનું ઓપરેશન કર્યું હતું અને નાકમાંથી બેટરી કાઢી હતી, જે છેલ્લા 5 મહિનાથી તેના નાકમાં અટવાયેલી હતી.

આ કારણે આ બાળકને શરદી થઈ હતી, જે મટવાનું નામ લેતી નહતી. જે બાદ તેના એક નાકમાંથી પીળો ગંધિત પ્રવાહ બહાર આવી રહ્યો હતો. તો બીજુ નાક  બંધ રહેતું હતું. વારંવાર થતી આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તેના પિતા તેને હોસ્પિટલમાં લઈ ગયા અને ડોકટરોની સલાહ મુજબ તેને એક્સ-રે પડાવ્યો. જેમાં જાણવા મળ્યું કે તેના નાકની જમણી બાજુએ આવેલા સુરાકમાં મેન્ટલની એક વસ્તુ અટકી ગઈ હતી જે ઓપરેશન કર્યા બાદ જ નીકળી શકે તેમ હતું.

આ પણ વાંચો : આજથી ગુજરાત હાઈકોર્ટમાં દિવાળી વેકેશન

પિતાની સલાહ બાદ ડોક્ટરે ઓપરેશન કર્યું અને તેના નાકમાંથી બેટરી બહાર કાઢી હતી. બાળકના પિતા હિતેશભાઇએ જણાવ્યું હતું કે આજથી લગભગ 5 મહિના પહેલા આર્યને રમત-રમતા તેના નાકમાં બેટરી જતી રહી હતી. ડોક્ટરે ટેલિસ્કોપની મદદથી ઓપરેશન કર્યું અને તેના નાકમાં અટકેલી બેટરી કાઢીને  આર્યનનો જીવ બચાવ્યો.

આ અંગે માહિતી આપતાં ડો. ઠક્કરે જણાવ્યું હતું કે, ચિકિત્સા ક્ષેત્રે આ એક વિચિત્ર ઘટના છે. રમતી વખતે, આ બાળકના નાકમાં બેટરી જતી રહી હતી. તેના દ્વારા ઉત્પન્ન થયેલ ઝેરી કેમિકલ નાકની અંદરનું નુકસાન કરતું હતું. તે નાકની અંદરની આજુ-બાજુની ચમડી સાથે ચોટી ગઈ હતી.

આ પણ વાંચો : હળવદના LRD જવાને આત્મહત્યા કરી લેતા મચી ચકચાર