મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે .કોરોનાના નવા કેસમાં વધઘટ થયા રહે છે પરતું કોરોનાથી મોતના આંકડોઓ ઘટી રહ્યા નથી. કોરોના સંક્રમણના કેસોને કંટ્રોલ લાવવા માટે લોકડાઉન વધારવામાં આવ્યું છે તેના લીધે કેસો ઘટી રહ્યા છે પરતું કોરોનાથી મોતના આંકડા ઘટી રહ્યા નથી.છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સંક્રમણના 39,923 કેસો છે. જયારે 695 લોકોના મોત થયા છે.
કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે પરતું કોરોનાથી મોતના કેસો યથાવત છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 39,923 કેસો સંક્રમણના કેસો સામે આવ્યા છે. જ્યારે કોરોનાથી સાજા થયેલા 53,249 લોકો છે. જયારે 695 લોકોનું કોરોનાથી મોત થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં કુલ નવા સંક્રમણના કેસો 53,09,215 છે. અને કુલ મોતની સંખ્યા રાજ્યમાં 79,552 છે. એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં 5,19,254 છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના લીધે કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે તે રાજ્ય માટે સારી વાત છે પરતું કોરોનાથી મોતના આંકડાં ચોકાવનાર રહે છે તેમાં ઘટાડો જોવા મળતો નથી.