- હરિયાણામાં 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન
- 3 મે થી 10 મે સુધી સંપૂર્ણ લોકડાઉન
- ગૃહમંત્રી અનિલ વિજે ટ્વીટ કરીને આપી માહિતી
કોરોનાનાં વધતા જતા કેરની વચ્ચે હરિયાણાએ સંપૂર્ણ લોકડાઉન કરવાની ઘોષણા કરી છે. હરિયાણા સરકારનાં પ્રધાન અનિલ વિજે જાહેરાત કરી છે કે, 3 મે થી સંપૂર્ણ લોકડાઉન આગામી સાત દિવસ સુધી ચાલુ રહેશે. આ પહેલા શુક્રવારે સરકારે 9 જિલ્લામાં વીકએન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી.
પ.બંગાળ મત ગણતરી / બંગાળ જીતનાં નશામાં TMC નાં કાર્યકર્તાઓ તોફાન પર ઉતરી આવ્યા, BJP કાર્યાલયમાં ઘૂસવાનો કર્યો પ્રયત્ન
હરિયાણામાં કોરોના સંક્રમણનાં સતત વધતા જતા કેસોને જોતા 3 મે થી એક અઠવાડિયાનાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. હરિયાણા સરકારે રવિવારે કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસમાં તીવ્ર વધારાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એક અઠવાડિયા લાંબુ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. આ અગાઉ રાજ્યનાં નવ જિલ્લામાં વીકએન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. કોરોના ચેઇન તોડવા માટે હરિયાણા સરકારે રાજ્યભરમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. રાજ્યનાં ગૃહ પ્રધાન અને આરોગ્ય પ્રધાન અનિલ વિજે રવિવારે ટિ્વટ કર્યું હતું કે, “3 મે થી રાજ્યભરમાં સાત દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવશે. હરિયાણામાં શનિવારે કોરોનાવાયરસનં સંક્રમણથી 125 લોકોનાં મોત બાદ અહીમૃતકોની કુલ સંખ્યા વધીને 4,341 થઈ ગઈ છે. આ ઉપરાંત સંક્રમણનાં 13,588 નવા કેસ નોંધાયા બાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 5,01,566 પર પહોંચી ગઈ છે.
Assembly Election / વિધાનસભાની ચૂંટણીઓને લઈ EC નો રાજ્યોને સખ્ત આદેશ, જીતનું જશ્ન રોકાવીને FIR દાખલ કરો
આપને જણાવી દઇએ કે, આ અગાઉ શુક્રવારે રાજ્યનાં 9 જિલ્લાઓમાં સપ્તાહનાં અંતમાં લોકડાઉન લાદવામાં આવ્યો હતો. હરિયાણામાં 30 એપ્રિલનાં રોજ રાત્રે 10 વાગ્યાથી 3 મે ની સવારનાં પાંચ વાગ્યા સુધી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી. પંચકુલા, સોનીપત, રોહતક, કરનાલ, હિસાર, સિરસા અને ફતેહાબાદમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, પરંતુ હવે સરકારે સમગ્ર રાજ્યમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે.હરિયાણા સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, લોકોને સમગ્ર લોકડાઉન દરમિયાન ઘરની અંદર જ રહેવું પડશે. લોકડાઉન દરમિયાન, કોઈ પણ વ્યક્તિને ઘરની બહાર નીકળવાની અથવા ચાલવાની, વાહનની અવરજવર કરવાની અથવા જાહેર સ્થળોએ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ફક્ત આવશ્યક સેવાઓ પ્રતિબંધમાંથી મુક્તિ રહેશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…