- કચ્છમાં વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાઇ
- હરામીનાળામાં BSFનું સર્ચ ઓપરેશન
- અગાઉ 11 બોટ અને 6 પાકિસ્તાની પકડાયા હતા
- UAV ઓપરેશનમાં 20થી વધુ બોટ દેખાઇ હતી
રાજ્યને મળેલો લાંબો દરિયા કિનારો પ્રવાસીઓને આકર્ષવાને બદલે ઘુષણખોરો માટે લાલ જાજમ બની રહ્યો છે. ગુજરાત રાજ્યના દરિયામાંથી અવારનવાર વિવિધ પ્રકારના ડ્રગ્સ તો મળી જ આવે છે. તો સાથે ઘણી વાર હથિયાર અથવા વિદેશી નાગરિકો કે આતંકવાદીઓની ઘુષણખોરી સામાન્ય બની ગઈ છે.
આજ રોજ કચ્છમાં વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી છે. હરામીનાળા વિસ્તારમાં BSF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 7 પાકિસ્તાની બોટ મળી આવી છે. અગાઉ 11 બોટ અને 6 પાકિસ્તાની પકડાયા હતા. UAV ઓપરેશનમાં 20થી વધુ બોટ દેખાઇ હતી.
તો બીજી બાજુ પાકિસ્તાન દ્વારા પણ અવાર નવાર ભારતીય સીમમાં ઘૂસી અને ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવે છે. અને તેમને અમાનુષી અત્યાચાર આપી પાકિસ્તાનની જેલમાં સબડાવવામાં આવે છે.
Hijab Row / હિજાબ પર પ્રતિબંધએ કુરાન પર પ્રતિબંધ સમાન : વકીલ
ગુજરાત / શિક્ષકોની બદલી, બઢતીના નવા નિયમની જાહેરાત, 2 લાખ જેટલા શિક્ષકોને સીધી અસર
ગુજરાત / ભલે ને પાકિસ્તાનથી આવ્યા, પરંતુ તમારી દીકરી એ આજથી અમારી, કહી -રંગેચંગે કરાવ્યા લગ્ન : આ છે ગુજરાતીઓની દરિયાદિલી