અમરેલીઃ ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું તેમા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનું 78.31 ટકા પરિણામ જાહેર થયું હતું. અમરેલી જિલ્લામાં 13,909 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 396 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે 1,518 વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે B1માં 2,352 અને B2 2,939 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થઈ ગયું છે. પણ વિદ્યાર્થીઓના એકસામટા ધસારાના લીધે ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઓપન કરવામાં મુશ્કેલી આવી શકે છે. આના કારણે વિદ્યાર્થીઓ એકસાથે સાઇટ ખોલતા હોય તો બની શકે છે કે તે સમયે સાઇટ ઓપન ન થઈ શકે.
જો વિદ્યાર્થીઓ GSEB વેબસાઇટ ખોલવામાં અસમર્થ હોય તો તેમને સલાહ આપવામાં આવે છે કે થોડીવાર રાહ જુઓ અને પછી ફરી પ્રયાસ કરો. સાઇટ પર ભારે ટ્રાફિકના લીધે વેબસાઇટ ધીમી થઈ શકે છે. બીજો રસ્તો એ છે કે તમને આપવામાં આવેલા વોટ્સએપ નંબર પર ઝડપથી રિઝલ્ટ જોઈ શકાશે. (વોટ્સએપ નંબર-6357300971)
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ
આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ