ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 8 મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્દઘાટન કરવા માટે આવી પહોચ્યા છે. આ પ્રસંગે તેમની સાથે નાણાં મંત્રી અરુણ જેટલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, દેશ વિદેશના મહેમાનો આપણ મચ પર ઉપસ્થિત છે. પાર્થિવ ગોહેલે જય જય ગરવી ગુજરાત સૌન્ગ ગાયું.
અત્યંત વ્યસ્ત શિડયુલ વચ્ચે વડાપ્રધાન મોદી સવારે 9 થી 1.30 વચ્ચે યોજનારી નોબેલ લોરિએટ સેમિનાર બાદ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠકો પણ યોજી. બપોરે 3.30 કલાકે મહાત્મા મંદિરમાં સમિટના આરંભ બાદ સાંજે 6.30 કલાકે વિશ્વની પ્રથમ હરોળની કંપનીઓના 60 સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક પણ યોજશે. મંગળવારે સળંગ 12 કલાકના કાર્યક્રમો દરમિયાન મોદી સમિટના ઉદ્દઘાટન સમારોહના અઢી કલાકને બાદ કરતા 9 કલાક દરમિયાન કોર્પોરેટક્ષેત્ર અને વિવિધ દેશોના નીતિ નિર્ધારકો સાથે બેઠકો યોજીને મેક ઈન ઈન્ડિયાના કોન્સેપ્ટને આગળ ધપાવવા મંથન કરશે.