અમદાવાદઃ પીએમ મોદીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના 50 વર્ષ પૂરા થવા નિમિત્તે એક લાખ ખેડૂતોને સંબોધ્યા હતા. GCMMF ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે GCMMFની આ યાત્રાને સફળ બનાવવામાં પશુધનનું સૌથી મોટું યોગદાન છે. જેમાં પશુધન વગર ડેરી સેક્ટરની કલ્પના પણ ન થઇ શકે. તેથી પશુધનને આદર સાથે પ્રણામ કરું છુ. દેશમાં અનેક ડેરી બની પણ અમૂલ જેવું કોઇ નહી. અમૂલ ભારતના પશુપાલકોની ઓળખ બની ગઇ છે. અમૂલ એટલે સમય સાથે આધુનિકતાનો સમાવેશ છે. અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા છે. અમૂલ એટલે સંકલ્પ અને એનાથી મોટી સિદ્ધિ.
50થી વધુ દેશોમાં અમૂલના ઉત્પાદનોની નિકાસ છે. 18000થી દૂધ સહકારી મંડળી, 36 લાખ ખેડૂતોનું નેટવર્ક છે. રોજ 3.5 કરોડ લિટર દૂધની ખરીદી છે. ખેડૂતોને રોજ 200 કરોડથી વધુનું ઓનલાઇન પેમેન્ટ થયા છે. આ સંસ્થા સંગઠનની શક્તિ, સહકારની શક્તિ છે. દુરોગામી વિચાર સાથે લીધેલા પગલાં ભાગ્ય બદલી શકે છે. સરદાર પટેલના માર્ગદર્શનમાં અમૂલનો પાયો નંખાયો હતો. સરકાર અને સહકારના તાલમેલનું આદર્શ ઉદાહરણ અમૂલ છે. ભારતના ડેરી સેક્ટર સાથે 8 કરોડ લોકો સીધા જોડાયેલા છે.
10 વર્ષમાં વ્યક્તિદીઠ દૂધ વપરાશમાં 40 ટકાનો વધારો થયો
ભારતના દૂધ ઉત્પાદનમાં 60 ટકાનો વધારો 10 વર્ષમા થયો છે. 10 વર્ષમાં વ્યક્તિદીઠ દૂધ વપરાશમાં 40 ટકાનો વધારો થયો છે. ડેરી સેક્ટર વિશ્વમાં માત્ર 2 ટકાના દરે આગળ વધે છે. ભારતમાં ડેરી સેક્ટરનો વિકાસદર 6 ટકાનો છે. ભારતમાં 10 લાખ કરોડના ટર્નઓવરવાળું ડેરી સેક્ટર છે. ડેરી સેક્ટરની મુખ્ય કર્તાહર્તા નારીશક્તિ છે. દેશમાં ધાન, ઘઊં અને શેરડીનું ટર્નઓવર મળીને આટલું નથી. 10 લાખ કરોડના ટર્નઓવરના સેક્ટરમાં 70 ટકા મહિલાઓ છે.
ભારતના ડેરી સેક્ટરની કરોડરજ્જુ આ મહિલા શક્તિ છે. અમૂલની આ સફળતા માત્ર નારી શક્તિને કારણે છે. ભારતની ડેરી સેક્ટરની સફળતા મોટી પ્રેરણાનો સ્ત્રોત છે. ભારતને વિકસિત કરવા મહિલાઓની આર્થિક શક્તિ વધવી જોઇએ. અમારી સરકાર મહિલાઓની આર્થિક શક્તિ વધારવા કાર્યરત છે. 10 વર્ષમાં સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓની સંખ્યા વધી છે. ભાજપ સરકારે મહિલાઓને 6 લાખ કરોડની મદદ કરી છે.
PM આવાસ યોજના હેઠળ મોટાભાગના ઘર મહિલાઓના નામે છે. સમાજમાં મહિલાઓની આર્થિક ભાગીદારી વધી છે. આધુનિક ડ્રોન ઉડાવવા નમો ડ્રોન દીદીઓને ટ્રેનિંગ આપી છે. ગામેગામ નમો ડ્રોન દીદીઓ જંતુનાશકો છાંટવામાં અગ્રેસર હશે. ગુજરાતમાં પણ ડેરી સેક્ટરમાં મહિલાઓની સંખ્યા વધી છે. ડેરીના નાણાં બહેનો – દીકરીઓના હાથમાં આવે તેવો પ્રયત્ન છે. ગામોમાં ATM લાગતા પશુપાલકોને સુવિધા થઇ છે. પશુપાલકોને RUPAY ક્રેડિટ કાર્ડ આપવાની પણ યોજના છે. પંચમહાલ, બનાસકાંઠામાં RUPAY ક્રેડિટ કાર્ડની શરૂઆત કરાઇ છે. અગાઉની સરકારોએ ગ્રામિણ અર્થવ્યવસ્થા પર ભાર ન મૂક્યો તેનાથી વિપરીત અમે ગામોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકીએ છીએ.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે 50 વર્ષ પહેલાં એક છોડ ઉગાડ્યો તો તે આજે વટવૃક્ષ છે. આ વિશાળ વટવૃક્ષની શાખાઓ આજે દેશ – વિદેશમાં ફેલાયેલી છે. GCMMFની સ્વર્ણ જયંતી પર તમામને શુભકામના. GCMMF સાથે જોડાયેલા દરેક વ્યક્તિને અભિનંદન છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ