- એરપોર્ટ પર વધુ 8 વ્યક્તિ કોરોના પોઝિટિવ
- કુલ 286 મુસાફરો લંડનથી આવ્યા હતા
- 8 પોઝિટિવ દર્દી લંડન અને તાન્ઝાનિયાથી આવ્યા હતા
ઓમિક્રોનની દહેશત વચ્ચે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે,અમદાવાદ એરપોર્ટ પર 8 મુસાફરો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેના લીધે તંત્ર એલર્ટ હરકતમાં આવી ગયું હતું. શહેરમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન આંશિક વધારો જોવા મળી રહ્યો છે .લંડનથી આવેલી ફલાઇટમાં 246 મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા તેમાંથી 8 મુસાફરોના ટેસ્ટ કોરોના પોઝિટિવ મળી આવતાં હાહાકાર મચી જવા પામ્યો હતો,લંડન અને તાન્ઝાનિયાથી આવેલા મુસાફરો સંક્રમિત મળી આવ્યા હતા. તંત્રે તરત તેમને આઇસોલેશન કરી દીધાં હતા.
ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70 કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં 13કેસ વડોદરામાં 11 કોરોનાના કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 63 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી વલસાડમાં એક દર્દીનું મોતથયું છે
ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 577ને પાર થઇ છે,કુલ કોરોનાના કેસની સંખ્યા 8,28,126છે અને રાજ્યમાં કોરોનાને માત આપીને સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 8,17,937થઇ છે.