સિનેમા જગતના 80 ના દાયકામાં રિષિ કપૂરથી લઈને શત્રુઘ્ન સિન્હા સુધી ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કરનારી ગીતા બહલે વિશ્વને કાયમ માટે અલવિદા કહી દીધું છે. જણાવી દઈએ કે અભિનેત્રી ગીતા બહલનું શનિવારે રાત્રે 9.40 વાગ્યે કોરોનાને કારણે અવસાન થયું હતું. તેમને 19 એપ્રિલના રોજ મુંબઈના જુહુની ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે ગીતાનો ભાઈ રવિ બહલ, તેની 85 વર્ષીય માતા અને એક ઘરકામ કરતી સ્ત્રી પણ કોરોનાનો શિકાર બની હતી. પરંતુ ઘરે એકાંતમાં રહેતાં, ત્રણેયને આ રોગમાંથી 7 થી 10 દિવસમાં સ્વસ્થતા મળી હતી. પરંતુ 26 એપ્રિલના રોજ તબિયત લથડતા ગીતાને આઈસીયુ ખસેડવામાં આવી હતી. પરંતુ તે કોરોનાને હરાવી શકી નહીં અને 64 વર્ષીય અભિનેત્રીનું વેન્ટિલેટર પર જ મોત થયું હતું.
આ પણ વાંચો :ટીવી એક્ટ્રેસ સ્નેહા વાઘના પિતાનું કોરોનાને કારણે નિંધન
ગીતા બહલ એક્ટર રવિ બહલની બહેન પણ હતા, જેમણે 80 અને 90 ના દાયકામાં ઘણી ફિલ્મોમાં હીરો તરીકે કામ કર્યું હતું. નોંધનીય છે કે ગીતાના ભાઈ રવિ બહલ, તેની 85 વર્ષીય માતા અને તેમના ઘરમાં કામ કરનાર મહિલા પણ કોરોનાની લપેટમાં આવી ગઈ હતી. પરંતુ ઘરે ઓઇસોલેશનમાં રહેતાં, ત્રણેયને આ રોગમાંથી 7 થી 10 દિવસમાં મુક્તિ મળી હતી. પરંતુ 26 એપ્રિલના રોજ તબિયત લથડતા ગીતાને આઈસીયુ ખસેડવામાં આવી હતી. તેની હાલત વધુ બગડતાં બે દિવસ પહેલાં જ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવેલ. જ્યાં શનિવારે મોડી રાતે તેમનું નિધન થયું હતું.
આ પણ વાંચો : દિલીપકુમારને હોસ્પિટલમાં કરાયા દાખલ, પત્ની સાયરા બાનુ જણાવી કેવી છે તબિયત
ગીતા બહલના બાળપણના મિત્ર અને અભિનેતા-દિગ્દર્શક આકાશદીપ સાબીરે કોરોનાથી ગીતાના મોત અંગે દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “ગીતાની માતા, ભાઈ અને ઘરકામ કરતી બાઇ ટૂંક સમયમાં કોરોનામાંથી સ્વસ્થ થઈ ગઈ હતી, પરંતુ ગીતાની તબિયત લથડતી હતી. આ કારણે કોરોના પોઝિટિવ ગીતાને દાખલ કરવી પડી હતી છેલ્લા ઘણા દિવસોથી, ગીતાનું ઓક્સિજન લેવલ વારંવાર ઓછું વધતું થઇ રહ્યું હતું. આવી સ્થિતિમાં, તેને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા પણ બધા પ્રયત્નો છતાં, ગીતાને બચાવી શક્યા નહી અને તેનું મોત હતું.
આ પણ વાંચો :જાસ્મિન ભસીનની માતાને હોસ્પિટલમાં ન મળ્યો બેડ, એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દુઃખ
આપને જણાવી દઇએ કે, 80 ના દાયકામાં, ગીતા બહલે ઋષિ કપૂર અને મૌશમી ચેટર્જી સાથે ફિલ્મ દો પ્રેમી (1980), જમાને કો દિખાના હૈ (1981), મેને જીના શીખ લીયા (1982), મેરા દોસ્ત મેરા દુશ્મન (1984), નયા સફર (1985). આ હિન્દી ફિલ્મો ઉપરાંત ગીતા બહલે ગુજરાતી ફિલ્મ નસીબ નો ખેલ (1982) અને યાર ગરીબા દા (1986) જેવી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.