Sabarkantha News : સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓને માહિતી મળી હતી કે સાબરકાંઠાના ઈડર સ્થિત કાનપુર અને ગોરલ ગામ દરમિયાન કેટલાક શક્સો કારમાં દારૂનો જથ્થો લઈને જવાના છે. આ માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને કારને આંતરી હતી.પોલીસે ક્રેટા કારમાં તપાસ કરતા અંદરથી રૂ.2,34,168 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર, રૂ.21,300 રોકડા એને 2 મોબાઈલ મળીને કુલ રૂ. 9,72,968 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે મનોહર વી.સરન અને નરપત એસ.શરનની ધરપકડ કરી હતી. બન્ને રાજસ્થાનના વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું.જ્યારે દારૂનો જથ્થો મકલનાર, વડોદરામાં દારૂનો જથ્થો મંગાવનાર, ક્રેટા કારનો માલિક વગેરે મળીને ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. ધરપકડ કરાયેલા બન્ને આરોપીને સાબરકાંઠા પોલીસને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી તેમજ બહુચરાજી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન
આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળાનું થયું સમાપન, અંબાજી મંદિરને મળ્યું અધધધ… સોનાનું દાન
આ પણ વાંચો:પાવાગઢ જતા દર્શનાર્થીઓને મળશે ખાસ સુવિધા