Patan News/ પાટણના રાધનપુર સમી રોડ પરથી દારૂના જથ્થા સાથે 9.75 લાખનો મુદ્દામાલ કબજે

2 આરોપી ઝડપાયા, ત્રણ ફરાર થતા પોલીસે શોધ હાથ ધરી

Top Stories Gujarat Others
Beginners guide to 2024 10 25T210613.792 પાટણના રાધનપુર સમી રોડ પરથી દારૂના જથ્થા સાથે 9.75 લાખનો મુદ્દામાલ કબજે

Patan News : સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના અધિકારીઓને માહિતી મલી હતી કે પાટણના રાધનપુર સમી રોડ પર બનાસ નદીપર બ્રિજના છેડેથી કેટલાક શક્સો કારમાં દારૂનો જથ્થો લઈને જવાના છે. જેને આધારે એસએમસીના અધિકારીઓએ અહીં જાળ બિછાવી હતી. જેમાં પોલીસે કાર અટકાવી તપાસ કરતા અંદરથી રૂ.4,62,102 રૂપિયાની કિંમતની 1,942 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઈલ અને કાર મળીને કુલ રૂ. 9,75,412 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં પાટણના સાંતલપુરમાં રહેતા સરદારખાન ઈસાબખાન મલેક અને સાંતલપુરના રબારી વાસમાં રહેતા મહેશ નાગજીભાઈ બરારીની ધરપકડ કરી હતી.

જ્યારે દારૂની લાઈન ચલાવનાર, દિલીપ પી.ઠાકોર, સુરેન્દ્રનગરના માલવણ ચોકડી પાસે દારૂનો જથ્થો મંગાવનાર અને મહિન્દ્રા બોલેરો કારના માલિક સહિત ત્રણ શખ્સોની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સમી પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 આરોપીને ઝડપ્યા

આ પણ વાંચો:હવે, પોલીસ પણ નકલી નીકળી! સુરત પોલીસે ‘નકલી પોલીસ’ને ઝડપી પાડી

આ પણ વાંચો:સુરત પોલીસે કરી NDPS ગુનાના બે આરોપીઓની ધરપકડ