Kheda News : ખેડાના નડિયાદને અડીને આવેલા આણંદના વલાસણમાં રહેતા મહેશભાઈ પટેલના પત્ની 70 વર્ષીય ભાનુમતીબેનને 4 ડિસેમ્બરે બાથરૂમમાં પડી જતાં બ્રેઈન હેમરેજ થયું હતું. જે બાદ ભાનુમતી બેનને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અગાઉ, 9 મહિના પહેલા દંપતીએ તેમના પુત્ર પરિમલને સમયસર ફેફસા ન મળવાના કારણે ગુમાવ્યા હતા. તેથી, ત્યારપછીથી પતિ-પત્નીએ નક્કી કર્યું હતું કે તેઓ ચોક્કસપણે તેમના અંગોનું દાન કરશે જેથી કરીને કોઈ અન્યને નવું જીવન મળી શકે
જેના કારણે મહેશભાઈ પટેલે નડિયાદની કિડની હોસ્પિટલનો સંપર્ક કરી અંગદાન કરવાનું નક્કી કર્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા 5 ડિસેમ્બરે હાથ ધરવામાં આવી હતી. જેમાં મહિલાનું લીવર, બે કિડની અને બે આંખોનું દાન કરવામાં આવ્યું છે. લીવરને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે ખાસ વાનમાં મોકલવામાં આવ્યું છે. બંને કિડની નડિયાદ મૂળજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલ અને બંને આંખો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવી છે.
કિડની હોસ્પિટલમાં દાન કરાયેલી બે કિડનીમાંથી એક 72 વર્ષના વૃદ્ધને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. આ સાથે જ 42 વર્ષના એક દર્દીને પણ ભાનુમતીબેનની કિડની મળતા નવજીવન મળ્યું છે. આ અંગે મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમના પુત્ર પરિમલનું 9 મહિના પહેલા ફેફસાની બિમારીના કારણે મૃત્યુ થયું હતું. ઘણા પ્રયત્નો છતાં પુત્ર માટે ફેફસા ની બિમારીના કારણે મૃત્યુ થયું હતું. ઘણા પ્રયત્નો છતાં પુત્ર માટે ફેફસાં ન મળી શક્યા. આ કારણોસર અમે અમારા અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. હવે પત્નીના અંગદાન દ્વારા પાંચ લોકોને નવું જીવન મળશે.
આણંદના મહેશ પટેલ પરિવારે પોતાના સ્વજનોના અંગોનું દાન કરીને સમાજ માટે અનોખો દાખલો બેસાડ્યો છે. બીજી તરફ મૂળજીભાઈ યુરોલોજીકલ હોસ્પિટલના ડો.દિનેશ પ્રજાપતિએ પણ મહેશભાઈના માનવ જીવન બચાવવાના નિર્ણયને બિરદાવ્યો હતો.
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલને કપિલ દેવના હસ્તે અંગદાન ક્ષેત્રે મળ્યો નામાંકિત FICCI એવોર્ડ
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ૧૭૫ મું અંગદાન, અમદાવાદમાં ૧૧ મહિનામાં કુલ ૩૬ અંગદાન
આ પણ વાંચો: અંગદાનની ભાવુક ક્ષણ: કન્યાદાનનું સ્વપ્ન સેવતા પિતાએ બ્રેઇન્ડેડ દીકરી જીનલનું કર્યું અંગદાન