- પાલનપુરના જામપુરા વિસ્તારમાં અમાનવીય ઘટના
- ચોરીની આશંકાએ 9 વર્ષીય બાળકને ઢોર માર માર્યો
- બાળકને વિધર્મીઓએ મસ્જિદમાં દોરડાથી બાંધી ઊંધો લટકાવ્યો
- બાળકને લટકાવ્યા બાદ ઢોર માર માર્યો
- બાળકને છોડાવવા ગયેલ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ
પાલનપુરના જામપુરા વિસ્તારમાં અમાનવીય ઘટના બની છે.ચોરીની આશંકાએ 9 વર્ષીય બાળકને ઢોર માર માર્યો છે.બાળકને વિધર્મીઓએ મસ્જિદમાં દોરડાથી બાંધી ઊંધો લટકાવ્યો હતો.બાળકને લટકાવ્યા બાદ ઢોર માર માર્યો હતો.બાળકને છોડાવવા ગયેલ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. બાળકને મસ્જિદમાં લટકાવ્યા બાદ શખ્સો બહાર લઇ આવ્યા હતા. જ્યાં પોલીસે તેને છોડાવી પોલીસ મથકે લઇ ગઇ હતી.બાળક પાસેથી ઘટના જાણ્યા બાદ માર મારનારા શખ્સોને ઓળખવા માટે બાળકને પુન જામપુરા લઇ જવાયો હતો. જેણે શખ્સોને ઓળખી બતાવતાં પોલીસે ગૂનો નોંધ્યો હતો.પોલીસે એકને પકડતાં મહિલાઓ સહિતના ટોળાએ તેને છોડાવ્યો હતો.
આ પણ વાંચો:બર્ડ ફ્લૂના H3N8 સ્ટ્રેનનો ચેપ માનવીને લાગ્યો,પ્રથમ કેસ નોંધાયો,જાણો વિગત