શિયાળામાં ભારત જ કેમ બને છે પ્રવાસી પ્રક્ષીઓનું એકમાત્ર ઠેકાણું ??

શું તમે જાણો છો કે શિયાળો આવતાની સાથે જ હજારો વિદેશી પક્ષીઓ ભારત તરફ કેમ દોટ મૂકે છે?

દર વર્ષે શિયાળાની શરૂઆત થતા જ ઉત્તર ધ્રુવ અને ઠંડા પ્રદેશોમાંથી હજારો પક્ષીઓ લાખો માઈલનું અંતર કાપીને ભારતમાં મહેમાનગતિ માણવા આવે છે.

જ્યારે ઉત્તરીય દેશોમાં હાડ થીજવતી ઠંડી પડે છે, ત્યારે ત્યાંના તળાવો અને નદીઓ બરફ બની જાય છે. પાણી થીજી જવાને કારણે ત્યાં ખોરાક અને જીવજંતુઓ મળતા બંધ થઈ જાય છે 

જેથી પક્ષીઓ માટે ત્યાં જીવવું અશક્ય બની જાય છે. કાતિલ ઠંડી અને ભૂખમરાથી બચવા આ પક્ષીઓ સુરક્ષિત જગ્યાની શોધમાં નીકળે છે. 

ભારતનું વાતાવરણ શિયાળામાં સમધારણ હોય છે, જે આ પક્ષીઓને ખૂબ માફક આવે છે. ભારતમાં શિયાળા દરમિયાન પણ નદીઓ અને સરોવરોમાં પાણી વહેતું રહે છે, 

જેથી આ પ્રવાસી પક્ષીઓને માછલીઓ અને અન્ય ખોરાક સરળતાથી મળી રહે છે. તેમને ખોરાક માટે ભટકવું પડતું નથી.એક અંદાજ મુજબ, દર વર્ષે લગભગ 370 પ્રજાતિના પક્ષીઓ ભારતની મુલાકાત લે છે.

જેમાં ખાસ કરીને ગુજરાતમાં જોવા મળતા સુંદર ફ્લેમિંગો અને રાજસ્થાનમાં આવતા કુંજ મુખ્ય છે. આ ઉપરાંત યુરોપિયન રોલર પણ ભારત આવે છે.

આમ, ખોરાક અને હૂંફાળા વાતાવરણની શોધમાં 2000થી પણ વધુ પક્ષીઓની પ્રજાતિઓ વર્ષમાં બે વાર પોતાનું રહેઠાણ બદલીને ભારતને પોતાનું બીજું ઘર બનાવે છે.