શું તમને પણ શિયાળામાં મોજાં પહેર્યા પછી પણ પગમાં ઠંડી લાગે છે? તો આ માહિતી તમારા માટે છે.
શિયાળાની કડકડતી ઠંડીમાં આપણે ગરમ રહેવા માટે જાડા મોજાં પહેરીએ છીએ, પણ ઘણીવાર મોજાં પહેરવા છતાં પગ બરફ જેવા ઠંડા રહે છે.
આ થવા પાછળ માત્ર ઠંડી જ નહીં પણ શરીરની કેટલીક તકલીફો પણ જવાબદાર હોઈ શકે છે.
1.હાઈ કોલેસ્ટ્રોલ: જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે બ્લડ સર્ક્યુલેશન (લોહીનું પરિભ્રમણ) ધીમું પડી જાય છે. જેના કારણે પગ સુધી પૂરતું ગરમ લોહી પહોંચતું નથી અને પગ ઠંડા રહે છે.
2.થાઈરોઈડ : જો થાઈરોઈડ ગ્રંથિ યોગ્ય રીતે કામ ન કરતી હોય તો શરીરમાં મેટાબોલિઝમ ધીમું પડી જાય છે. જેના કારણે શરીર પૂરતી ગરમી પેદા કરી શકતું નથી અને પરિણામે પગ ઠંડા રહે છે.
3.રક્ત પરિભ્રમણ : જો તમારી નસો સાંકડી થઈ ગઈ હોય અથવા બ્લોકેજ હોય તો પગ સુધી લોહી પહોંચવામાં તકલીફ પડે છે, આ કારણથી પણ પગમાં ગરમી રહેતી નથી.
4.ડાયાબિટીસ : લાંબા સમય સુધી બ્લડ શુગર વધારે રહેવાથી નસો નબળી પડી જાય છે. આ કારણે પણ હાથ-પગમાં લોહીનો પ્રવાહ ઘટી જાય છે અને ઠંડી લાગે છે.
5.તણાવ : તમને નવાઈ લાગશે પણ જ્યારે તમે વધુ પડતો સ્ટ્રેસ લો છો ત્યારે શરીરમાં એડ્રેનાલિન હોર્મોન વધે છે, જે લોહીની નસોને સંકોચી નાખે છે. આના લીધે પણ પગ ઠંડા થઈ શકે છે.
ઉપાય: પગને ગરમ રાખવા માટે જાડા વુલન અથવા થર્મલ મોજાં પહેરો, બહુ ટાઈટ બૂટ ન પહેરો, કસરત કરો અને રાત્રે સૂતા પહેલા 10 થી 15 મિનિટ ગરમ પાણીમાં પગ બોળી રાખો.