શિયાળામાં પણ સ્કીન ગ્લો કરશે. બસ આ  દિનચર્યા 

આજકલ લોગો મોંઘી પ્રોડક્ટ વાપરવા લાગે છે અને વિચારે કે તરત જ સ્કીન સારી થઈ જશે. અને એમના પૈસા પણ બગડે છે એને સ્કીન પણ ખરાબ થાય છે. 

પરંતુ  નિષ્ણાંતનું માનવું છે કે ખૂબસૂરતી તો અંદરથી જ આવે છે, એમનું એમ પણ કહેવું છે સ્કીન અંદરથી જ સ્વસ્થ હોય તો એની એની અસર આપોઆપ જ ચહેરા પર દેખાય છે. 

તો ચાલો જોઈએ નિષ્ણાંતની સલાહ મુજબ 5 સવારની સ્વથ્ય આદતો. જે દરેક ઋતુમાં ફોલો કરી શકાય અને સ્કિનને ચમકાવી શકાય. 

સવારે ઊઠીને ખાલી પેટ નારિયેળ તેલને મોઢામાં ભરી 3-5 મિનિટ માટે કોગળા કરો. જેનાથી જે શરીરના કચરો સાફ થાય છે, જેની અસર સ્કીન પર દેખાય છે. 

1-કોગળા કરો 

2-ત્રિફલા પાણી 

એક ચમચી જેટલું ત્રિફલા પાવડરને ગરમ પાણીમાં ભેળવી ઠંડુ થવા પર ચહેરા પર લગાવી લો. 10 મિનિટ પછી ધોઈ લો

3-હળદર ફેસ માસ્ક 

એક નાની ચમચી જેટલું હળદર પાવડરને દહી / નારિયેળ તેલ કે ગુલાબ જળ અથવા એલોવેર જેલ સાથે સારી રીતે મિક્સ કરી ચહેરા પર લાગવાથી  ડાગા દૂર થશે. 

4-મસાજ 

નારિયેળ તેલને થોડું ગરમ કરો અને હવે તે તેલને ચહેરા અને હાથ પગ પર સારી રીતે 5-10 મિનિટ માટે મસાજ કરો મસાજ કરવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. 

5-સન્સક્રીમ 

શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય બહાર નીકળવા પહેલા સન્સક્રીમ  જરૂર લગાવો કે તમને સૂર્યના હાનિકારક UV કિરણોથી રક્ષણ પૂરું પાડશે. 

યાદ રાખો  કે આ ઉપાયો કરવથી સ્કીન સારી થશે .