દુનિયામાં સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ ક્યાં ચાલે છે?

શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી ઝડપી ઈન્ટરનેટ કયા દેશના લોકો વાપરે છે? ચાલો જાણીએ.

અત્યારે દુનિયાભરના દેશોમાં સૌથી ઝડપી અને ભરોસેમંદ ઈન્ટરનેટ સેવા આપવાની સ્પર્ધા ચાલી રહી છે.

2025 ના રિપોર્ટ મુજબ, મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડમાં યુનાઈટેડ આરબ અમીરાત (UAE) નંબર વન છે, જ્યારે ફિક્સ્ડ બ્રોડબેન્ડ (WIFI) માં સિંગાપોર દુનિયામાં સૌથી આગળ છે. 

આ લિસ્ટમાં જાપાન પણ ટેકનોલોજીમાં ઘણું મજબૂત છે.ઈન્ટરનેટની સ્પીડ નક્કી કરે છે કે તમે કેટલી ઝડપથી વેબસાઈટ ખોલી શકો છો, વિડિયો જોઈ શકો છો કે મોટી ફાઈલો ડાઉનલોડ કરી શકો છો.

અબુધાબીમાં ડાઉનલોડ સ્પીડ સરેરાશ 527.65 Mbps અને અપલોડ સ્પીડ 36.17 Mbps નોંધવામાં આવી છે, જે તેને દુનિયામાં નંબર વન બનાવે છે.

ઈન્ટરનેટમાં UAE પછી કતાર બીજા નંબરે અને કુવૈત ત્રીજા નંબરે આવે છે. આ ઉપરાંત બહેરીન, બ્રાઝીલ અને દક્ષિણ કોરિયાનો પણ ટોપ લિસ્ટમાં સમાવેશ થાય છે.

જો આપણે ઘર કે ઓફિસમાં વપરાતા વાયર્ડ ઈન્ટરનેટની વાત કરીએ, તો આંકડા મુજબ સિંગાપોર દુનિયામાં સૌથી ઝડપી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ ધરાવતો દેશ છે.