ફોટો લેવાના બહાને કપિલ શર્માની હિરોઈન સાથે થઈ છેડતી, અભિનેત્રીએ કર્યો ખુલાસો

કપિલ શર્માની ફિલ્મની હિરોઈન અને 'આશ્રમ' વેબ સીરીઝ ફેમ ત્રિધા ચૌધરીએ હાલમાં જ પોતાની સાથે બનેલી એક શરમજનક ઘટનાનો ખુલાસો કર્યો છે.

ત્રિધાએ જણાવ્યું કે ઘણીવાર ફેન્સ ફોટો લેવાના ઉત્સાહમાં મર્યાદા ભૂલી જાય છે. આવી જ એક ઘટના તેની સાથે બની જ્યારે એક વ્યક્તિએ સેલ્ફી લેવાના બહાને તેની સાથે ગેરવર્તન કર્યું.

અભિનેત્રીએ કહ્યું કે, "એક ફેન ફોટો પડાવવા મારી નજીક આવ્યો અને ફોટો ક્લિક કરતી વખતે તેણે મને ખોટી રીતે સ્પર્શ કર્યો."

આ હરકતથી ત્રિધા ચોંકી ગઈ હતી અને તેને ખૂબ ગુસ્સો પણ આવ્યો હતો. તેણે કહ્યું કે લોકોએ સમજવું જોઈએ કે કલાકારોની પણ પોતાની પ્રાઈવસી હોય છે.

તમને જણાવી દઈએ કે ત્રિધા ચૌધરી હાલમાં જ કપિલ શર્માની ફિલ્મ 'કિસ કિસકો પ્યાર કરું 2' માં જોવા મળી છે અને તેના કામના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

આ ઘટના પછી ત્રિધાએ ફેન્સને અપીલ કરી છે કે તેઓ સેલિબ્રિટીઝ સાથે ફોટા પડાવતી વખતે અંતર જાળવે અને સન્માન આપે.