53 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરાની ફિટનેસનું રાઝ શેર કર્યું 

53 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરાની ફિટનેસ જોઈને લોકો દંગ રહી જાય છે. હાલમાં જ તેણે પોતાના ફિટનેસ સિક્રેટ વિશે એક વીડિયો શેર કર્યો છે. 

મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર પોતાનું નવું 'વોરિયર ફ્લો યોગા'  રૂટિન શેર કર્યું છે, જે શરીરને મજબૂત બનાવવા માટે ખૂબ અસરકારક છે.

મલાઈકાના કહેવા મુજબ, જો તમે રોજ સૂર્ય નમસ્કાર કરીને કંટાળી ગયા હો, તો તેના બદલે આ 'વોરિયર ફ્લો' કરી શકો છો. આ તેના કરતા પણ વધુ ફાયદો આપી શકે છે.

આ યોગાસન કરવાથી શરીરમાં નવી ઉર્જા આવે છે, શક્તિ વધે છે અને શરીરનું સંતુલન  સુધરે છે.

મલાઈકાએ વીડિયોમાં આ યોગા કરવાની સાચી રીત બતાવી છે. તેણે સલાહ આપી છે કે આ આસન ધીમે-ધીમે, શ્વાસ પર કાબૂ રાખીને અને પૂરી એકાગ્રતા સાથે કરવું જોઈએ.

તો જો તમે પણ મલાઈકા જેવી ફિટનેસ મેળવવા માંગતા હો, તો આ નવા વોરિયર યોગાને તમારા રૂટિનમાં સામેલ કરી શકો છો.