ઓછી જગ્યામાં પણ ઉગાડી શકાય છે આ 6 ફળ, કુંડામાં જ આપશે ભરપૂર ફળ

શું તમારી પાસે બગીચો નથી? ચિંતા કરશો નહીં! એવા ફળો વિશે જાણો જે તમે ઘરના કુંડામાં પણ સરળતાથી ઉગાડી શકો છો.

લીંબુનું ઝાડ કુંડામાં ઉગાડવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ છોડ તમને સુગંધિત ફૂલો અને આખું વર્ષ ફળ આપે છે.

તમે કુંડામાં સંતરા પણ ઉગાડી શકો છો. આ માટે તમારે સંતરાની નાની  જાતો પસંદ કરવી જોઈએ, જે કુંડા માટે સૌથી વધુ અનુકૂળ રહે છે.

કુમક્વાટ એક ખાટું-મીઠું ફળ છે જે દેખાવમાં નાના સંતરા જેવું લાગે છે. આ છોડ કુંડામાં ઉગાડવા માટે એકદમ પરફેક્ટ છે.

દાડમના મૂળ જમીનમાં બહુ ઊંડે સુધી જતા નથી, તેથી તે કુંડામાં પણ ખૂબ સારી રીતે વિકાસ પામે છે અને ફળ આપે છે.

જો તમે કન્ટેનર ગાર્ડનિંગ કરવા માંગતા હો, તો અંજીર પણ એક ઉત્તમ વિકલ્પ છે. તે કુંડાના મર્યાદિત વાતાવરણમાં પણ સારી રીતે ઉગી શકે છે.

તમને નવાઈ લાગશે, પણ જો યોગ્ય 'રૂટસ્ટોક'  પસંદ કરવામાં આવે, તો તમે સફરજનનું નાનું ઝાડ પણ કુંડામાં ઉગાડી શકો છો.

તો હવે જગ્યાના અભાવે શોખ પૂરા કરવાનું છોડશો નહીં, આજે જ આમાંથી કોઈ એક છોડ વાવો અને ઘરના તાજા ફળોનો આનંદ લો.