દુનિયાના આ 7 દેશોની નાગરિકતા મેળવવી છે લોઢાના ચણા ચાવવા સમાન
Fill in some text
શું તમે વિદેશમાં સ્થાયી થવાનું વિચારો છો? તો સાવધાન! આ 7 દેશોમાં નાગરિકતા મેળવવી દુનિયામાં સૌથી મુશ્કેલ માનવામાં આવે છે.
કેટલાક દેશોની નાગરિકતા મેળવવી ખૂબ સરળ હોય છે જ્યારે કેટલાક દેશની ખૂબ મુશ્કેલ છે. તો જાણીએ વિશ્વના એવા દેશો વિષે.
કતાર: કતાર દેશની નાગરિકતા મેળવવા માટે 25 વર્ષ માટે ત્યાં રહેવું પડે છે અને ત્યાંનો ઇસ્લામ ધર્મ અપનાવો પડે છે સાથે જ જૂની નાગરિકતા પણ રદ કરવી પડે.
કુવૈત: કુવૈતની નાગરિકતા મેળવવા માટે મુસ્લિમ ધર્મ અપનાવો પડે છે અને ઓછામાં ઓછા 20 વર્ષ માટે કુવૈતમાં રાહવું પડે અને અરબી ભાષા પણ શીખવી પડે.
ભૂટાન: આ દેશની નાગરિકતા મેળવવા માટે ત્યાં 20 વર્ષ રહેવું અને જૂની નાગરિકત રદ કરવી સાથે જ ત્યાંની લોકલ ભાષાની પરીક્ષા પણ પાસ કરવી જરૂરી છે.
સાઉદી અરેબિયા: આ દેશની નાગરિકતા માટે 10 રહેવું અને અરબી ભાષા શીખવી સાથે જ અપરાધિક રેકોર્ડ સાફ હોવો જરૂરી છે.
સ્વિટ્ઝર્લેન્ડ: યુરોપના આ સુંદર દેશમાં નાગરિકતા મેળવવા માટે 10 વર્ષ રહેવું પડે છે અને ત્યાંની રાષ્ટ્રીય ભાષાઓમાંથી કોઈ એક આવડવી જોઈએ.
જાપાન :આ દેશની નાગરિકતા માટે 5 રહેવું અને જાપાની ભાષા શીખવી સાથે જ જૂની નાગરિકતા રદ કરવી
ચીન: આ દેશ એક સાથે 2 દેશની નાગરિકતા સ્વીકરતો નથી એટલે એક જ દેશની નાગરિકત રહેશે સાથે ચીની નાગરિક સાથે લગ્ન કરવા અનિવાર્ય છે.