હિન્દુ ધર્મના ચાર વેદોમાં શું લખેલું છે? જાણો દરેક વેદનો અર્થ અને સાર

આપણે બધાએ ચાર વેદો વિશે સાંભળ્યું તો હશે, પણ શું તમને ખબર છે કે આ દરેક વેદમાં ખરેખર શું માહિતી આપેલી છે? ચાલો સમજીએ.

વેદ એટલે શું?: વેદ 'શ્રુતિ' પરંપરાનો ભાગ છે, જેનો અર્થ થાય છે 'સાંભળવું'. ઋષિમુનિઓએ ઈશ્વરના જ્ઞાનને સાંભળીને યાદ રાખ્યું અને આગળની પેઢીને આપ્યું. 

ખાસ વાત એ છે કે માત્ર પુરુષો જ નહીં, પણ લોપામુદ્રા અને ગાર્ગી જેવી સ્ત્રી ઋષિઓએ પણ વેદના મંત્રો રચ્યા છે.

1.ઋગ્વેદ: આ સૌથી જૂનો વેદ છે. જેમાં 1028 સૂત્રો છે. આ વેદમાં ઈન્દ્ર, અગ્નિ અને વરુણ જેવા દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે. 

2.યજુર્વેદ: યજ્ઞ અને કર્મકાંડનો વેદ કહેવાય છે. યજ્ઞ, હવન અને પૂજા કેવી રીતે કરવી, કયા મંત્રો બોલવા અને કઈ વિધિ કરવી, તેની માહિતી આ વેદમાં આપવામાં આવી છે.

3.સામવેદ: સામવેદ એટલે સંગીતનો વેદ. ભારતીય શાસ્ત્રીય સંગીતની શરૂઆત અહીંથી જ થઈ છે. આમાં ઋગ્વેદના મંત્રોને કેવી રીતે ગાઈ શકાય તે સમજાવવામાં આવ્યું છે.

4.અથર્વવેદ: આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલો છે. તેમાં બીમારીઓના ઈલાજ, લાંબુ આયુષ્ય, માનસિક શાંતિ અને ગૃહસ્થ જીવનની મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાયો બતાવવામાં આવ્યા છે.

આમ, આપણા વેદોમાં ધર્મ, સંગીત, વિજ્ઞાન અને જીવન જીવવાની કળાનો અદભૂત સંગમ જોવા મળે છે.