સાવધાન! આ 5 જગ્યાએ ડેબિટ કાર્ડ વાપરતા પહેલા સો વાર વિચારજો, નહીંતર ખાતું થઈ જશે ખાલી
આજકાલ આપણે બધા રોકડ કરતા ડેબિટ કાર્ડનો ઉપયોગ વધુ કરીએ છીએ. પણ શું તમે જાણો છો કે અમુક જગ્યાએ કાર્ડ ઘસવું જોખમી બની શકે છે?
1.પેટ્રોલ પંપ પર કાર્ડ સ્કીમિંગના કિસ્સા સૌથી વધુ બને છે. ત્યાં સ્ટાફની નજર ચૂકવીને મશીનમાં સ્કીમર લગાવી શકાય છે જે તમારો ડેટા ચોરી લે છે.
2.જમ્યા પછી આપણે ઘણીવાર વેઈટરના હાથમાં કાર્ડ આપી દઈએ છીએ અને તે આપણી નજરથી દૂર જઈને સ્વાઈપ કરે છે.
આ દરમિયાન કાર્ડનો ફોટો પાડવો કે ક્લોન કરવું આસાન હોય છે, તેથી હંમેશા તમારી નજર સામે જ મશીન મંગાવીને પેમેન્ટ કરો.
3.જે ATM અવાવરું જગ્યાએ હોય અથવા જ્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ ન હોય, ત્યાં જવાનું ટાળો. આવા ATM માં હેકર્સ દ્વારા સ્કીમિંગ ડિવાઈસ લગાવવાની શક્યતા વધુ હોય છે.
4.જે વેબસાઈટના એડ્રેસમાં 'https' ન લખેલું હોય અથવા જે ભરોસાપાત્ર ન હોય, ત્યાં ક્યારેય ડેબિટ કાર્ડની વિગતો ન નાખવી જોઈએ.
5. રેલવે સ્ટેશન કે મોલના ફ્રી વાઈ-ફાઈ પર ક્યારેય બેંકિંગ ટ્રાન્ઝેક્શન ન કરો. હેકર્સ વાઈ-ફાઈ દ્વારા તમારી કાર્ડ ડિટેલ્સ હેક કરી શકે છે.
સાવચેતી એ જ સલામતી છે. આ જગ્યાઓએ બની શકે તો રોકડ અથવા UPI નો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત છે.