શિયાળામાં રોજ સવારે ખાઓ આ 2 વસ્તુ, દવાખાનાના ધક્કા બંધ!

શું તમને પણ શિયાળામાં વારંવાર શરદી-ઉધરસ થઈ જાય છે? તો આ દેશી ઈલાજ તમારા માટે અમૃત સમાન છે.

શિયાળાની ઠંડીમાં તુલસીના પાન અને કાળા મરીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

જો તમે રોજ સવારે ખાલી પેટે તુલસીના 4-5 પાન અને 2 કાળા મરી ચાવીને ખાઓ છો, તો તમારી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે.

આ બંને વસ્તુઓની તાસીર ગરમ હોય છે. તેનું સેવન કરવાથી બંધ નાક, ગળામાં ખારાશ અને જૂની ઉધરસમાં રાહત મળે છે.

તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જ્યારે મરી શરીરના વિષારી તત્વો બહાર કાઢે છે. જે તમને વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે.

તમે સવારે તેને ચાવીને ખાઈ શકો છો અથવા ચા/ઉકાળામાં નાખીને પણ પી શકો છો.

તો આ શિયાળામાં ડોક્ટરની દવાઓ લેવાને બદલે આ નેચરલ ઉપાય અપનાવો અને સ્વસ્થ રહો.