ચોમાસામાં મહારાષ્ટ્રની આ જગ્યાઓ બની જાય છે સ્વર્ગ, એકવાર તો જવું જ જોઈએ
1: માથેરાન: એશિયાનું સૌથી નાનું અને વાહનો પર પ્રતિબંધ ધરાવતું આ હિલ સ્ટેશન છે.અહીં ટ્રેકિંગ અથવા ઘોડેસવારી કરીને ચોમાસામાં વાદળો વચ્ચે ફરવાની મજા કંઈક ઓર જ છે.
2&3 : પુણે-મુંબઈ હાઈવે પર આવેલા લોનાવાલા અને ખંડાલા આ બંને સ્થળો ચોમાસામાં પ્રવાસીઓના ફેવરિટ છે.
4: સ્ટ્રોબેરી માટે પ્રખ્યાત મહાબળેશ્વર ચોમાસામાં ગાઢ જંગલો અને ઝરણાંઓથી ઘેરાયેલું રહે છે. અહીંના પોઈન્ટ્સ પરથી કુદરતી નજારો અદભૂત દેખાય છે.
5: જો તમને ધોધ જોવા ગમતા હોય તો માલશેજ ઘાટ પરફેક્ટ છે. અહીં ચોમાસામાં અસંખ્ય નાના-મોટા ધોધ જોવા મળે છે અને પક્ષી પ્રેમીઓ માટે પણ આ ઉત્તમ જગ્યા છે.
6: નાસિક પાસે આવેલું ઈગતપુરી શાંતિપ્રિય લોકો માટે બેસ્ટ છે. ચોમાસામાં અહીં ચારેબાજુ લીલોતરી અને ધુમ્મસ છવાયેલું રહે છે.
7: મુળશી ડેમ પાસે આવેલો તામ્હિણી ઘાટ લોંગ ડ્રાઈવ અને ફોટોગ્રાફી માટે ખૂબ જાણીતો છે. અહીંના રસ્તાઓ પર ચોમાસામાં ડ્રાઈવિંગ કરવાનો અનુભવ શાનદાર હોય છે.
8: મહારાષ્ટ્રના 'ચેરાપુંજી' તરીકે ઓળખાતું આ સ્થળ ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસ માટે જાણીતું છે. અહીંના ધોધ ચોમાસામાં જોવાલાયક હોય છે.
9: જો તમને વરસાદમાં દરિયો જોવો ગમતો હોય, તો કોંકણ કિનારે આવેલું ગણપતિપુલે શાંત અને સુંદર બીચ ડેસ્ટિનેશન છે.
આ ચોમાસામાં તમે આમાંથી કઈ જગ્યાએ જવાનું પસંદ કરશો?