એક વાનગી, અનેક નામ! જાણો ભારતમાં પાણીપુરી કયા કયા નામે ઓળખાય છે?
પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે ને? પણ શું તમે જાણો છો કે તમારી આ ફેવરિટ ડિશ ભારતના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામે ઓળખાય છે?
પાણીપુરી: સૌથી કોમન નામ 'પાણીપુરી' છે, જે આપણા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં વપરાય છે.
ગોલ ગપ્પા: દિલ્હી, પંજાબ અને ઉત્તર ભારતમાં તેને 'ગોલ ગપ્પા' કહેવામાં આવે છે. ત્યાંનો સ્વાદ પણ થોડો અલગ હોય છે.
પુચકા: પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં લોકો તેને 'પુચકા' કહે છે. ત્યાંની પુરી થોડી મોટી અને પાણી ખૂબ જ તીખું હોય છે.
પકોડી: તમને નવાઈ લાગશે, પણ ગુજરાતના જ અમુક વિસ્તારોમાં જેમ કે મહેસાણા બાજુ અને મધ્યપ્રદેશમાં તેને 'પકોડી' પણ કહેવાય છે.
પાણી કે પતાશે: હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં તેને 'પાણી કે પતાશે' અથવા રાજસ્થાનમાં 'પતાશી' તરીકે ઓળખવામાં આવે છે.
ગુપચુપ: ઓડિશા, છત્તીસગઢ અને તેલંગાણામાં તેને 'ગુપચુપ' કહે છે. કારણ કે આ ખાધા પછી મોઢું ભરાઈ જાય છે અને આપણે ચૂપ થઈ જઈએ છીએ!
ફુલ્કી અને ટિક્કી: ઉત્તર પ્રદેશમાં ક્યાંક તેને 'ફુલ્કી' કહેવાય છે, તો મધ્યપ્રદેશના હોશંગાબાદમાં તેને 'ટિક્કી' પણ કહેવામાં આવે છે.
નામ ગમે તે હોય, પણ આ ચટપટી વાનગીનો સ્વાદ આખા ભારતમાં એકસરખો જ લાજવાબ છે. તમારું ફેવરિટ નામ કયું છે?