શિયાળામાં માથામાં ડેન્ડ્રફ અને ખંજવાળથી પરેશાન છો? અપનાવો આ 7 ઘરેલુ ઉપાય
શિયાળો આવતાની સાથે જ સ્કેલ્પ ડ્રાય થવા લાગે છે અને ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે. શું તમે પણ ખભા પર ખરતા ખોડાથી શરમ અનુભવો છો? તો આ ઉપાયો તમારા માટે છે.
દહીં અને મધ: થોડું દહીં લો અને તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટને 30 મિનિટ સુધી માથામાં લગાવી રાખો. દહીં નેચરલ કંડિશનર છે જે ખોડો દૂર કરે છે.
નાળિયેર તેલ અને લીંબુ: હૂંફાળા નાળિયેર તેલમાં લીંબુના રસના થોડા ટીપાં નાખીને મસાજ કરો. 30 મિનિટ પછી ધોઈ લો. આનાથી સ્કેલ્પને ભેજ મળશે અને ડ્રાયનેસ દૂર થશે.
મેથીના દાણા: મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને સવારે પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ લગાવવાથી માથાની બળતરા શાંત થાય છે અને ખોડો જડમૂળથી જાય છે.
એલોવેરા જેલ: ફ્રેશ એલોવેરા જેલ સીધું સ્કેલ્પ પર લગાવો. તે ખંજવાળ ઓછી કરે છે અને વાળને કુદરતી રીતે મુલાયમ બનાવે છે.
આમળા અને લીમડો: આમળા અને લીમડાનો પાવડર મિક્સ કરીને લગાવવાથી તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણો ખોડાને પાછો આવતા રોકે છે.
ટી ટ્રી ઓઈલ: જો તમારી પાસે સમય ઓછો હોય, તો તમારા રેગ્યુલર શેમ્પૂમાં ટી ટ્રી ઓઈલના 3-4 ટીપાં નાખીને વાળ ધોઈ લો.
ખોરાક: બાહ્ય ઉપાયોની સાથે આહારમાં લીલા શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ અને ભરપૂર પાણી પીવાનું રાખો.
કેમિકલવાળા મોંઘા શેમ્પૂને બદલે આ શિયાળામાં દાદીમાના આ નુસખાઓ અપનાવો અને વાળને સ્વસ્થ રાખો.