ટીવીની સીધી-સાદી 'ગોપી વહુ' અત્યારે ક્યાં છે? જાણો શું કરે છે ગિયા માણેક

'સાથ નિભાના સાથિયા' સીરિયલમાં લેપટોપ ધોઈ નાખતી માસૂમ 'ગોપી વહુ' તમને યાદ છે? આ રોલ કરનાર ગિયા માણેક આજકાલ લાઈમલાઈટથી દૂર ક્યાં છે?

ગિયા માણેક 2010માં 'ગોપી વહુ' બનીને ઘરે-ઘરે જાણીતી થઈ ગઈ હતી. તેની માસૂમિયત દર્શકોને ખૂબ ગમી હતી.

2012માં તેણે ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'માં ભાગ લીધો, જેના કારણે ચેનલ સાથે વિવાદ થયો અને તેને રાતોરાત શો છોડવો પડ્યો હતો.

શો છોડ્યા પછી તે સબ ટીવીના શો 'જીની ઔર જુજુ'માં જોવા મળી હતી. થોડા સમય પહેલા તેણે 'તેરા મેરા સાથ રહે'માં ફરીથી કોકિલાબેન સાથે કામ કર્યું હતું, પણ શો લાંબો ચાલ્યો નહીં.

અત્યારે ગિયા માણેક ટીવી પર કોઈ સિરિયલમાં જોવા મળતી નથી. તે હાલમાં બ્રેક પર છે અને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ અને ફોટોઝ શેર કરતી રહે છે. તે હાલમાં સિંગલ છે અને પોતાના પરિવાર સાથે જીવન માણી રહી છે.

ગિયા માણેક અત્યારે સારા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે. ચાહકો તેને ફરીથી ટીવી સ્ક્રીન પર જોવા આતુર છે.