કોલેજની ડિગ્રી કરતા પણ વધુ જરૂરી છે 'ઈન્ટર્નશીપ'! જાણો તેના ફાયદા
આજકાલ ડિગ્રી હોવા છતાં નોકરી મળવી મુશ્કેલ છે, પણ જો તમારી પાસે 'ઈન્ટર્નશીપ'નો અનુભવ હશે, તો રસ્તો આસાન થઈ જશે. જાણો કેમ?
કોલેજમાં આપણે જે થીયરી ભણીએ છીએ, તે અને ઓફિસમાં થતું કામ તદ્દન અલગ હોય છે. ઈન્ટર્નશીપ તમને પુસ્તકમાંથી બહાર કાઢીને રિયલ વર્લ્ડનો 'પ્રેક્ટિકલ અનુભવ' આપે છે.
ઓફિસમાં કેવી રીતે વાત કરવી, ટીમ સાથે કેમ કામ કરવું અને ડેડલાઈન કેવી રીતે સાચવવી - આ બધું તમે ક્લાસરૂમમાં નહીં પણ ઈન્ટર્નશીપમાં જ શીખી શકો છો.
જ્યારે તમે ફ્રેશર તરીકે નોકરી માંગવા જાઓ છો, ત્યારે જો તમારા CV માં ઈન્ટર્નશીપનો ઉલ્લેખ હોય, તો કંપની તમને બીજા કરતા પહેલી પસંદગી આપે છે.
ઈન્ટર્નશીપ દરમિયાન તમે ઈન્ડસ્ટ્રીના અનુભવી લોકોના સંપર્કમાં આવો છો. ભવિષ્યમાં નોકરી મેળવવા માટે આ ઓળખાણ ખૂબ કામ લાગે છે.
ઘણી કંપનીઓ સારી કામગીરી કરનાર ઈન્ટર્ન્સને કાયમી નોકરી (Pre-Placement Offer) આપી દેતી હોય છે. એટલે કે ડિગ્રી પૂરી થતા પહેલા જ નોકરી પાકી!
ઈન્ટર્નશીપ કરવાથી તમારામાં રહેલો 'ફ્રેશર' હોવાનો ડર નીકળી જાય છે અને તમે કોર્પોરેટ જગત માટે તૈયાર થઈ જાઓ છો.
તો કોલેજના વેકેશનમાં ટાઈમપાસ કરવાને બદલે કોઈ સારી જગ્યાએ ઈન્ટર્નશીપ જરૂર કરો, તે તમારા ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.