શું તમારો પાર્ટનર પણ ઝઘડા પછી ચૂપ થઈ જાય છે? જાણો આ મૌન પાછળનું મનોવિજ્ઞાન
સંબંધોમાં ઝઘડા થવા સામાન્ય છે, પણ ઝઘડા પછીનું 'મૌન' ક્યારેક ઝઘડા કરતા પણ વધુ ખતરનાક બની શકે છે. શું આ મૌન સંબંધ સાચવે છે કે બગાડે છે?
સાયકોલોજી મુજબ, સંબંધમાં મૌન બે પ્રકારના હોય છે. એક, જેમાં વ્યક્તિ ગુસ્સો શાંત કરવા ચૂપ રહે છે અને બીજું, જેમાં તે સામેવાળાને સજા આપવા માટે ચૂપ થઈ જાય છે.
જો તમારો પાર્ટનર તમારી સાથે વાત કરવાનું જાણીજોઈને બંધ કરી દે છે જેથી તમને ખરાબ લાગે, તો આને 'સાઈલન્ટ ટ્રીટમેન્ટ' કહેવાય છે. મનોવિજ્ઞાનમાં આને ભાવનાત્મક શોષણ માનવામાં આવે છે.
બીજી બાજુ, ક્યારેક દલીલો દરમિયાન ગુસ્સામાં કંઈક ખોટું બોલવાને બદલે થોડીવાર ચૂપ રહેવું સારું છે. આનાથી મગજ શાંત થાય છે અને સંબંધ બગડતો અટકે છે.
લાંબા સમય સુધી ચૂપ રહેવાથી સામેવાળા વ્યક્તિના મનમાં શંકા અને ગેરસમજ ઉભી થાય છે. તેઓને લાગે છે કે તમને હવે તેમની પરવા નથી.
જો પાર્ટનર ચૂપ હોય, તો તેને થોડો સમય આપો. પણ જો આ મૌન લાંબુ ચાલે, તો શાંતિથી સામે ચાલીને વાત કરો. અહંકાર છોડીને વાત કરવાથી મોટી સમસ્યાઓ ઉકેલાઈ જાય છે.
સંબંધમાં 'વાત' ઓછી થાય તો ચાલે, પણ 'મૌન' લાંબુ ન હોવું જોઈએ. કારણ કે સંવાદ જ સંબંધનો શ્વાસ છે.