10 રૂપિયાનો સિક્કો કેમ બે રંગનો હોય છે? જાણો તેમાં કઈ કઈ ધાતુ વપરાય છે
આપણે રોજબરોજ 10 રૂપિયાનો સિક્કો વાપરીએ છીએ, પણ શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આ સિક્કો બીજા સિક્કાઓ કરતા અલગ અને બે રંગનો કેમ હોય છે?
10 રૂપિયાનો સિક્કો ભારતનો પહેલો 'બાય-મેટાલિક' સિક્કો છે. એટલે કે, તે બે અલગ-અલગ ધાતુઓ ભેગી કરીને બનાવવામાં આવ્યો છે, જેના કારણે તે બે રંગનો દેખાય છે.
સિક્કાની બહારની રિંગ જે સોનેરી દેખાય છે, તે 'એલ્યુમિનિયમ બ્રોન્ઝની બનેલી હોય છે.
સિક્કાનો વચ્ચેનો ચાંદી જેવો ભાગ 'કોપર નિકલ' મિશ્ર ધાતુનો બનેલો હોય છે.
આ સિક્કો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય નકલી સિક્કા રોકવાનો હતો. બે ધાતુઓનું મિશ્રણ કરીને સિક્કો બનાવવો જટિલ પ્રક્રિયા છે, જેની નકલ કરવી સરળ નથી.
બે મજબૂત ધાતુઓના ઉપયોગને કારણે આ સિક્કો જલ્દી ઘસાતો નથી અને તેનું આયુષ્ય બીજા સાદા સિક્કાઓ કરતા વધારે હોય છે.
વચ્ચે ઘણી અફવાઓ હતી કે 10 નો સિક્કો બંધ થઈ ગયો છે, પણ રિઝર્વ બેંક મુજબ આ સિક્કો સંપૂર્ણપણે માન્ય છે અને તમે તેને નિઃસંકોચ વાપરી શકો છો.
તો હવે જ્યારે પણ હાથમાં 10 નો સિક્કો આવે, ત્યારે યાદ રાખજો કે આ એક ખાસ ડિઝાઈન છે જે સુરક્ષા માટે બનાવવામાં આવી છે.