શું બીયર પીવાથી સાચે જ કિડનીની પથરી નીકળી જાય છે? જાણો આ માન્યતાનું સત્ય
ઘણા લોકો માને છે કે જો કિડનીમાં પથરી હોય તો બીયર પીવાથી તે નીકળી જાય છે. પણ શું આ વાત સાચી છે કે માત્ર એક અફવા? ચાલો જાણીએ.
લોકોનું માનવું છે કે બીયર પીવાથી પેશાબનું પ્રેશર વધે છે, જેના કારણે પથરી ધોવાઈને બહાર નીકળી જાય છે. આ વાત અડધી સાચી છે પણ જોખમી પણ છે.
એ વાત સાચી છે કે બીયર એક 'ડાય્યુરેટિક' છે, એટલે કે તે પેશાબનું પ્રમાણ વધારે છે. નાની પથરી કદાચ આ પ્રેશરથી નીકળી પણ જાય, પરંતુ આ કોઈ ડોક્ટરી ઈલાજ નથી.
બીયર પીવાથી શરીરમાં પાણી ઓછું થાય છે એટલે કે ડિહાઈડ્રેશન થાય છે.
જો શરીરમાં પાણી ઘટશે, તો પેશાબ ઘાટો થશે અને તેનાથી પથરી ઓગળવાને બદલે નવી પથરી બનવાનું જોખમ વધી જાય છે.
બીયરમાં 'ઓક્સાલેટ' અને 'પ્યુરિન' જેવા તત્વો હોય છે, જે વાસ્તવમાં પથરી બનાવવાનું કામ કરે છે. લાંબા ગાળે બીયર કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
ડોક્ટરો પથરી માટે બીયરને બદલે પુષ્કળ પાણી, નાળિયેર પાણી અથવા લીંબુ શરબત પીવાની સલાહ આપે છે. આ કુદરતી પીણાં કિડનીને સાફ રાખે છે અને નુકસાન કરતા નથી.
પથરી કાઢવા માટે બીયર પીવી એ આગમાં ઘી હોમવા જેવું છે. દેશી નુસખાને બદલે ડોક્ટરની સલાહ લેવી વધુ હિતાવહ છે.
ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય જ્ઞાન માટે છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે ડોક્ટરનો સંપર્ક કરવો.