સવારે ગરમ પાણી પીવું અમૃત સમાન છે, પણ જો વધારે પીધું તો થઈ શકે છે નુકસાન!

આપણે સૌ જાણીએ છીએ કે સવારે ઉઠીને ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. પણ શું તમને ખબર છે કે કેટલું પાણી પીવું જોઈએ? 

જો માપ વગર પીશો તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના મતે, સવારે ખાલી પેટે 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી પીવું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. આટલી માત્રા શરીરને રિહાઈડ્રેટ કરવા માટે પૂરતી છે.

સવારે ગરમ પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ ઝડપી બને છે, જે વધારાની ચરબી ઓગાળવામાં અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

તે કુદરતી 'ડિટોક્સ'નું કામ કરે છે. શરીરમાંથી ઝેરી તત્વો પરસેવા અને પેશાબ વાટે બહાર નીકળી જાય છે, જેનાથી ચહેરા પર ખીલ થતા નથી અને ત્વચા ચમકદાર બને છે.

જેમને કબજિયાતની તકલીફ હોય, તેમના માટે ગરમ પાણી રામબાણ છે. તે આંતરડાને સાફ કરે છે અને પાચનતંત્રને સુધારે છે.

જો તમે 2 ગ્લાસ કરતા વધારે ગરમ પાણી પીવો છો, તો તે કિડની પર વધારાનું દબાણ લાવી શકે છે અને શરીરના કોષોમાં સોજો પણ લાવી શકે છે. હંમેશા માપસર પાણી પીવું.

ગરમ પાણી એટલે ઉકળતું નહીં, પણ પી શકાય તેવું 'નવશેકું'પાણી જ પીવું જોઈએ. તંદુરસ્ત રહેવા માટે કાલ સવારથી જ આ આદત પાડો.